ધરતીનાં તપ

                           આજે વૈશાખ વદ એકાદશી

આજનો સુવિચાર:- સમૃદ્ધિ મિત્રો બનાવે છે અને સંકટ તેમને ચકાશે છે.    — કાર્લાઈસ

              ધરતીનાં તપ

એવું  રે  તપી  રે ધરતી  એવું  રે  તપી,
જેવાં જપ રે તપ્યાં’તાં એક દિન પારવતી સતી.

અંગ રે સુકાય, એનાં રંગ રે સુકાય,
કાયાનાં અમરત એનાં ઊડી ચાલ્યાં જાય.
તોયે ન આવ્યો હજુ મેહુલો જતિ ! એવું રે

 વન રે વિમાસે, એનાં  જન રે વિમાસે,
પંખીડાં જોતાં એનાં પશુઓ આકાશે  :
જટાળો એ જોગી ક્યાંયે કળાતો નથી ! એવું રે

કહોને તમે સૌ તારા ! દૂરે છો દેખાનારા,
કહોને ડુંગરનાં શિખરો ! આકાશે પહોંચનારાં :
આંખોની વીજ એની ઝબૂકી કહીં ? એવું રે

 કહોને સાગરનાં પાણી, તમને છે સંભળાણી
ઘેરી ગંભીર એની આવતાં ક્યાંયે વાણી ?
એની રે કમાન દીઠી તણાઈ કહીં ? એવું રે

 આવોને મેહુલિયો ! આવો, ધરતીનાં તપ છોડાવો,
રૂપે ને રંગે નવાં, તપસીને એ સુહાવો     :
અમરતથી હૈયું એનું દિયોને ભરી  ! એવું રે  

કવિશ્રી:- પ્રહલાદ પારેખ

 

ૐ નમઃ શિવાય

બીમારીમાં ઉપયોગી જ્યુસ

                                                         આજે વૈશાખ વદ નોમ

આજનો સુવિચાર:-અહંકાર જેટલો મોટો એટલો આત્મા દબાઈ જાય છે.

                                                         બીમારીમાં ઉપયોગી જ્યુસ

    ફળ અને શાકભાજીના રસ જુદીજુદી બીમારીઓમાં ઔષધીના રૂપમાં આપવામાં આવે તો શરીરની ખનિજ અને વિટામીન વિટામીનની ઉણપ દૂર કરવામાં મદદરૂપ થઈ શકે છે તેમજ આપણા શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારે છે.

* બ્લડ પ્રેશર:- દૂધી અને ટામેટાના જ્યુસથી બી.પી. કંટ્રોલમાં રહે છે.

* કમળો:- પાઈનેપલ, શેરડી તથા બિજૌરાનો રસ કમળા પર ફાયદાકારક છે. આ રસ પીવાથી ભૂખ ઉઘડે છે અને શરીરમાં શક્તિનો સંચાર થાય છે.

* એનીમીયા:- એનીમીયાના દર્દી માટે સફરજન, પપૈયા, મોસંબી તથા પાલક, ગાજર, ટામેટાઅને કોથમીરનો મિક્સ રસ ફાયદાકારક છે.

* એસીડીટી;- એસીડીટીના દર્દીએ સંતરા-પપૈયા અથવા ટામેટાનો રસ પીવો જોઈએ.

*   કબજીયાત:- કબજીયાતની બીમારીમાં પપૈયા, લીંબુ અને ટમેટા, પાલક તથા ગાજરનો મીક્સ જ્યુસ ફાયદાકારક છે.

* આંખોના રોગ:- રતાંધળાપણું અથવાનજરની ખામીમાં ગાજર,કેરી,પપૈયું અને ટામેટાનો રસ આપી શકાય છે.

* ડાયાબિટીસ:- ડાયાબીટીસ પર કારેલા અને જાંબુનો રસ ફયદાકારક છે.

* અપચો તથા પેટના દર્દ:- ફૂદીનો અથવા દ્રાક્ષનો રસ અપચા તથા પેટના દર્દ પર ફાયદાકારક છે.

* શરદી-તાવ:- આદુ અને અરડુસીનો રસ શરદી અને તાવ પર લાભદાયક છે.

* માથાનો દુઃખાવો:- વિટામીન બી ની ખામીને લીધે જો માથાનો દુઃખાવો હોય તો કેળાનો રસ લેવો.

                                                                          — સંકલિત
                                         

                                                  ૐ નમઃ શિવાય

પંકજ મલ્લિક

                                    આજે વૈશાખ વદ બીજ

આજનો સુવિચાર:- જે કાર્યને પારખી નથી શકતો એ અંધ છે.             — ચાણક્ય

 

                                                                 પંકજ મલ્લિક

 

     સદા બહાર ગીતોનાગાયક-સંગીત નિર્દેશક શ્રી પંકજ મલ્લિકનો જન્મ 19-5-1905માં થયો હતો. તેઓ કોઈપણ ગીતને ખૂબીથી સૂરોથી સજાવતા હતા. એમનો કંઠ હૃદયસ્પર્શી, ભાવુક તેમજ કોમળ હતો. તેઓ લગભગ અઠીથી પોણા ત્રણ સપ્તક સુધી આરામથી ગાઈ શકતા હતા.

    પંકજ મલ્લિકે, ન્યૂ થિયેટર્સની બહાર કસ્તૂરી, ચિતાંગદા, ઝલઝલા વગેરે ફિલ્મોમાં સંગીત આપ્યું હતું. બહુ શરૂઆતથી જ તેમણે સંગીતમાં પશ્ચિમી ઢબના બૅંડ મ્યુઝિકના પ્રયોગ કરેલા. ‘પ્રાણ જાયે ચૈન ન જાયે’ એમાં આ સંગીતની અસર છે. કસ્તૂરી ફિલ્મમાં તેમણે ચાર ગીતો ગાયા હતા. ‘મુક્તિ’ ફિલ્મમાં તેમણે નાયકની ભૂમિકા ભજવી હતી. ‘કપાલકુંડલા’નું ‘પિયા મિલનકો જાના’, ‘નર્તકી’નું ‘યે કૌન આજ આયા’ જેવા ગીતો આજે પણ યાદ છે.

        પંકજ મલ્લિક રવિન્દ્ર સંગીતના પરમ ઉપાસક હતા. એમનાં ચાહકો આજે પણ તેમને તેમજ તેમણે રચેલા ગીતો રસપૂર્વક સાંભળે છે. એમનાં ગૈરફિલ્મી ગીતોમાં ‘ના કર ઈતના પ્યાર પંછી, છોડ મુસાફિર માયાનગર, યાદ આયે કી ના આયે તુમ્હારી, જબ ચાંદ મેરા નિકલા, યે રાતે યે મૌસમ, તેરે મંદિરકા હું દીપક, મેરે હઠીલે શ્યામ, દુનિયાદારી છોડ મનવા’ નોંધપાત્ર છે. મૂળ સંસ્કૃત શ્ર્લોકો, ઋચાઓ સૂક્તો પણ પંકજ મલ્લિકે ઉત્તમ રીતે ગાયેલાં છે. એમનું મહિષાસુરમર્દિની સ્તોત્ર કલકત્તામાં ખૂબ જ વખણાયેલું. 19-2-1978માં તેમનું અવસાન થયું.

                                                                           — સૌજન્ય – ગુજરાત સમાચાર

                                      ૐ નમઃ શિવાય

વ્રજ

                                          આજે વૈશાખ સુદ તેરસ


આજનો સુવિચાર:- આપણે માટે ધર્મ હંમેશા કટ્ટર રહ્યો નથી, પણ આત્માની ખોજનું શાસ્ત્ર રહ્યો છે.                                                                                        
                                                               — રાજ ગોપાલાચાર્ય

                          વ્રજ

કોણ કહે વ્રજ વિસરાયું ? વ્રજ વિલસે રે કણકણમાં !
અવ કેવું વ્રજ, કેવો કાનો?
કહી કહી છો તમીં કરો સહુ હાંસી

અનહદ તો યે રોમરાજિ મહીં એ જ સુણાયે બાંસી,
કે ઘેલી ઘેલી ઘૂમી ચિતવનની ગલન ગલનમાં
કોણ કહે વ્રજ વિસરાયું? વ્રજ વિલસે રે કણકણમાં!

અલપઝલપ કૈં અલપઝલપ આ મોહન મુખ પરખાણું !
રે હરખ હિલાળે લિયે લ્હેરિયાં યમુના દોઉ નયનમાં
કોણ કહે વ્રજ વિસરાયું? વ્રજ વિલસે રે કણકણમાં!

ને વ્રજ નવ એક જગ્યા કે દાખું જયહી જાળાના રસ્તા,
નહીં બાલાપણ, નહીં જરા, વ્રજ ભરજોબન- શી અવસ્થા,
એજ એજ ચીરગોપન-લોપન લીલા ચલત ક્ષણક્ષણમાં
કોણ કહે વ્રજ વિસરાયું? વ્રજ વિલસે રે કણકણમાં!

કવિ:- શ્રી પ્રદ્યુમ્ન તન્ના

                                        

                                        ૐ નમઃ શિવાય

ઉનાળામાં પાણી માટે ધ્યાન રાખો

                                  આજે વૈશાખ સુદ એકાદશી

આજનો સુવિચાર:- સમસ્યાઓ બીજું કશું નથી, સર્જનાત્મક બનવા માટે ઈશ્વરે આપેલી એક તક છે.

                                     ઉનાળામાં પાણી માટે ધ્યાન રાખો

* પાણીનું પાઉચ ખરીદતા પહેલા ISI માર્કની જાંચ કરો.

* પાણીના પાઉચ પર કઈ તારીખ પહેલા વાપરવાની સૂચના છે તે ચોક્કસ વાંચો. તેમજ પ્યોરીફીકેશનની માટે કઈ પદ્ધતિ વાપરી છે તે વાંચો

* નોન સ્ટન્ડર્ડ કંપનીનું પાણી ખરીદવાનું ટાળો.

* બૉટલનું સીલ તુટેલું નથી કે ફરીથી સીલ કરેલું નથી તેની ખાતરી કરી લો.

* મીનરલ વૉટરની બૉટલ ખાલી થયા બાદ તેને વૉટરબેગની જેમ વાપરશો નહી કારણ એકની એક બૉટલ વારંવાર વાપરવાથી તેનું પાતળું પ્લાસ્ટિક તે પાણીને પ્રદુષિત કરે છે.

* પ્લાસ્ટિકની બૉટલમાં પૅક પાણી સીધા સૂર્યપ્રકાશમાં પડ્યું હોય તેવી પાણીની બૉટલ ખરીદવાનું ટાળો.

* કાર, બાઈક કે બેગ કે જ્યાં સીધો સૂર્યપ્રકાશ પડતો હોય તે જગ્યાએ પાણીની બૉટલ કે પાઉચ ન મૂકશો.

* ઉનાળામાં તપી ગયેલું પાણી પીવાનું ટાળતા છોડવાને પાઈ દો.

* ઘરમાં કે બહાર ઘરનું સ્વચ્છ પાણી ફૂડ ગ્રેડની પ્લાસ્ટિકની બૉટલમાં ભરીને વાપરવાનો આગ્રહ રાખો.

                                                                                                — સંકલિત


                                                     ૐ નમઃ શિવાય

અક્ષયા તૃતીયા [આજના દિવસનો મહિમા]

                       આજે વૈશાખ સુદ ત્રીજ [અક્ષય તૃતીયા]

આજનો સુવિચાર:- હજારો ગુણ પ્રાપ્ત કરવા સહેલા છે, પરંતુ એક દોષને દૂર કરવો મુશ્કેલ છે.
                                                                                                     — બ્રુચર

                             આજના દિવસનો મહિમા


       આજે પરશુરામ જયંતી છે. પરશુરામ વિષ્ણુનો ક્રોધાવતાર ગણાય છે. વિષ્ણુના આ છઠ્ઠા અવતારનો જન્મ જમદગ્નિ ઋષિ અને રેણુકા દેવીના પાંચમા પુત્ર રામ તરીકે થયો હતો. તેમણે ગુસ્સાના આવેશમાં પૃથ્વીને એકવીસ વખત ક્ષત્રિય વગરની કરી હતી તેથી તેઓ પરશુરામ તરીકે ઓળખાયા. પ્રાયશ્ચિત રૂપે તેમણે સોમયજ્ઞ કર્યો હતો. યજ્ઞ પૂર્ણ કરી કશ્યપ ઋષિની પૂજા કરી દત્ત આશ્રમમાં તપ મગ્ન થયા તેથી તેઓ ધ્યાનાનિધાન કહેવાયા. તેઓ અમર છે. જનક રાજાના ધનુષયજ્ઞમાં રામલક્ષમણ સાથે સંવાદ કરી રામજીને પ્રણામ કરીને ગયા પછી ક્યાં ગયા તેની આજ સુધી કોઈને ખબર નથી. તેઓ બ્રાહ્મણના ગુરૂ કહેવાયા.

          વેદ અનુસાર આજના દિવસથી ત્રેતાયુગનો પ્રારંભ થયો હતો.

       લોક જ્યોતિષ અનુસાર ધૂળેટી, અષાઢી બીજ, ધતેરસ અને અખાત્રીજ [અક્ષયતૃતીયા] કોઈપણ માંગલિક કાર્ય માટે કે ધાર્મિક કાર્ય માટે ‘પૂછ્યા વિનાનું’ શુભ મુહુર્ત ગણાય છે. આજના દિવસે એટલે કે અક્ષય તૃતીયાના દિવસે કરેલા પુણ્યનો કદી ક્ષય થતો નથી.

    જૈનોના આઠ દિવસની અઠ્ઠાઈ અથવા ત્રણ દિવસના તેલાંના આજે પારણાં થાય છે. તેમના પારણાંનો મેળો શત્રુંજય પર્વત પર ઉજવાય છે.

       આજે ખેડુતો માટે મહાપર્વ ગણાય છે. ચોમાસાના આગમાન પહેલાંની તૈયારીઓ આજથી શરૂ કરે છે. આજે કૃષિપૂજનનું પર્વ છે.

      દરિયાખેડુ માટે આજનો દિવસ મોટો દિવસ ગણાય છે. અખાત્રીજથી દરિયો તોફાની બને છે. નાવિકવર્ગ આજે સમુદ્રપૂજન કરી દરિયાને વધાવે છે. સમુદ્રકાંઠાના તીર્થો પર મોટા મેળા ભરાય છે.

      ઉત્તરાખંડમાં હિમવર્ષાનો સમય પૂરો થવાથી ભાઈબીજથી બંધ પડેલા બદરીનાથના દ્વાર આજે ખૂલે છે. ચારધામની યાત્રા આજથી શરૂ થાય છે.

    આજના દિવસે ગુજરાતના પંચમહાલ, સાબરકાંઠાના ભીલોમાં આદિવાસીઓમાં ધૂળ, પાણી, રંગ, કાદવ ઊડાડી પર્વ મનાવાય છે.

                                                                                                                       –સંકલિત
                                             
                                                 ૐ નમઃ શિવાય

By shivshiva Posted in અવર્ગીકૃત

અજમાવી જુઓ

                                        આજે ચૈત્ર વદ અમાસ

આજનો સુવિચાર:- ક્ષમા અસમર્થ માનવીઓનું લક્ષણ છે અને સમર્થોનું આભૂષણ છે.
                                                                                                       — વેદ વ્યાસ
                                  અજમાવી જુઓ

* પગના છાલા પર ઈંડાની સફેદી લગાડવાથી જલદી રાહત થાય છે.

* જીવાતના ડંખપર કાચો કાંદો ઘસવાથી દરદમાં રાહત થાય છે.

• ઊંદરથી છુટકારો પામવા તેના દર પાસે મરીનો ભૂકો ભભરાવવાથી ઊંદર દર છોડી દેશે.

• ગાદલા-તકિયા ભરાવતી વખતે રૂ સાથે થોડું કપૂર ભેળવી દેવાથી ગરમીમાં ઠંડક થશે તેમ જ માંકડ નહીં થાય.

• કાચનાં વિખરાયેલા નાના ટુકડાને ઉપાડવા પાઉંને ભીનો કરી તેનો લોટ જેવું બનાવી તેનાથી ઉપાડવાથી કાચ ચોંટી જશે. પાઉંને સ્થાને બાંધેલો લોટ પણ ચાલશે.

• ગરમ પાણીને વધુ ગરમ રાખવા તેમાં થોડું મીઠું ભેળવો.

• કાંદાના રસમાં પાણી ભેળવી કોગળા કરવાથી દાંત કે પેઢાના દુઃખાવામાં રાહત મળશે.

• તૈલી ચિત્રોને સાફ કરવા બટાટુ કાપી તેના પર હળવેથી ફેરવવું.

• સૂતી વખતે તકિયો ગરદન નીચે ન રાખવો તેનાથી ગરદન પર કરચલી પડવાની શક્યતા રહે છે.

• લગાડેલી મેંદી સુકાઈ ગયા બાદ તેને ખંખેરી નાખી તેના પર કોપરેલ તેલ લગાડવાથી રંગ સારો આવે છે.

• ટોઈલેટના એક ખૂણામાં એક ડીશમાં બેકિંગ સોડા રાખી મૂકવાથી ટોઈલેટની દુર્ગંધ દૂર થશે.

• અળાઈમાં રાહત મેળવવા ચંદનના ટુકડાને ગુલાબજળ સાથે ઘસી તેમાં ચપટી ફટકડી ભેળવી અળાઈ પર લગાડવી.

• મુખનાં ચાદા પર ટી બેગ મૂકવાથી રાહત રહેશે.

                                                                                              — સંકલિત

                                     ૐ નમઃ શિવાય