શરણાગતિ

                          આજે શ્રાવણ સુદ બીજ

આજનો સુવિચાર:- મશીનને  કાટ ખાઈ ન જાય એટલે વારંવાર તેલ લગાડવું પડે. આપણું મન એ પણ મશીન છે. સદવિચારોના મનનરૂપી તેલ સતત લગાડતા જાવ, નહિ તો દુર્વિચારોનો કાટ તેને ખાઈ જશે.

પુષ્ટિગોષ્ઠી

સાજવસ્ત્ર:- કેસરી રંગની સફેદ ધારવાળી પીછવાઈ
વસ્ત્રો- સુઘના પટુકા

ઠાડું વસ્ત્ર- શ્યામ રંગનું

શ્રૃંગાર:- છોટો કમર સુધીનો, શ્રીમસ્તકે કેસરીફેંટો, શિરપેચ મોરશિખા, દોહરા કતરા, શિશફૂલ,

               શ્રી નિલેશભાઈ મુખ્યાજી, દ્વારિકાધીશ મંદિર, મુંબઈ

**************************************************************

શરણાગતિ

[મુંબઈ સ્થિત શ્રી કિશોરભાઈ કણિયાએ સ્વરચિત રચના મોકલાવ્યા બદલ આભાર]

પ્રભુ તારા ચરણોમાં, મુજ શિષ નમાવ્યું એમ
છુટે દુનિયાના પ્રપંચો, બસ પામું તારી રહેમ

લોભ-ક્રોધ ને મોહ-મત્સર મહી
મીચી આંખો વિતાવી આખી જિંદગી

પાછલી ઉંમરે જરા ખુલી આંખ
ભાળ્યો જમ ને યાદ આવી બંદગી
માર તાર, યા તો ઉદ્ધાર કર, તુજને ગમે તેમ
        — પ્રભુ તારા ચરણોમાં……..

 

તવ મુખે ઉપદેશ પામવાની
પાર્થશી પાત્રતા જાણું નથી મારી

છાંડી અહમ તેથી જ મેં લીધી
પ્રથમથી જ શરણાગતિ સ્વીકારી
હવે તું જ મારો સાહિલ, સંભાળ મારૂં યોગક્ષેમ

           — પ્રભુ તારાં ચરણોમાં………

 

ૐ નમઃ શિવાય  

By shivshiva Posted in અવર્ગીકૃત

3 comments on “શરણાગતિ

Leave a comment