યાદ કરો

                         આજે મહા સુદ બારસ

આજનો સુવિચાર:- શાંતિના માર્ગ દ્વારા જ ગુનિયાને શલ્તિશાળી બનાવી શકાય છે.

હેલ્થ ટીપ્સ:- કસરતથી ઊંઘ સારી આવે છે. ચિંતા દૂર થાય છે, ઉત્સાહ અને સ્ફૂર્તિમાં વધારો થાય છે, તાણ,ગુસ્સો અને શરીરનો થાક દૂર થાય છે.

                                         યાદ કરો

1]     માડાગાસ્કર હિંદી મહાસાગરમાં આવેલા ટાપુની સરકારે આપણા ક્યા ભારતીય નેતાઓની ટપાલટિકિટ બહાર પાડી છે?

2]     ‘બાઉલ’ સંગીત એ કયા રાજ્યમાં ગવાતા સંગીતનો પ્રકાર ગણાય છે?

3]     અત્યારનું રાષ્ટ્રપતિ ભવન અંગ્રેજોના શાસન વખતે ક્યા નામે ઓળખાતું ? અને તેમાં કેટલા ઓરડા આવેલા છે?

4]     વિશ્વમાં સૌથી ખારું પાણી ધરાવતા સમુદ્રનું નામ શું ?

5]     ભારતના ફિલ્મ ઉદ્યોગની ‘ગ્રેટા ગારબો’ કોણ કહેવાય છે ? અને તેની સાથે સંજીવકુમારની કઈ જાણીતી ફિલ્મ છે?

6]     નીચેની શોધ કોણે કરી?

અ]  લિફ્ટ 2]  રેડિયમ 3]  થર્મોમીટર 4]  વાયરલેસ મૅસેજ

7] બાંગ્લાદેશમાં ક્રિક્ર્ટની મૅચ રમતાં માથામાં બૉલ વાગતાં ક્યા ભારતીય ક્રિકેટરનું મૃત્યુ થયું ?

8] પશ્ચિમને પૂર્વનો પરિચય કરાવનાર અને ‘શાકુંતલ-ઋતુસંહાર-ગીતા વગેરે ગ્રંથો અંગ્રેજી ભાષામાં ઉતારનાર અંગેજ વ્યક્તિ કોણ ?

9] મુંબઈનો કયો વિસ્તાર ‘કાલાઘોડા’ તરીકે જાણીતો હતો ?

10]    ભારતનું પહેલું સ્ટેડિયમ, જ્યાં પહેલી વાર ફ્લડ લાઈટમાં ‘ડે એંડ નાઈટ’ની ક્રિકેટ મૅચ રમાઈ હતી તેનું નામ શું ?

11]     ‘વનરાણી’ નામે જાણીતી બાળકો માટેની મિનિ ટ્રેન ક્યાં ચાલે છે ?

સાચા જવાબની ચાર દિવસની રાહ જુઓ.

                                                 ૐ નમઃ શિવાય

3 comments on “યાદ કરો

 1. ૨) ‘બાઉલ’ સંગીત એ પશ્ચિમ બંગાળમાં ગવાતા સંગીતનો પ્રકાર છે.

  ૪) વિશ્વમાં સૌથી ખારું પાણી ધરાવતા સમુદ્રનું નામ છે મૃત સમુદ્ર (ડેસ સી) જો કે સૌથી ખારું પાણી અસલ તળાવનું છે.

  ૫) સુચિત્રા સેન ભારતના ફિલ્મ ઉદ્યોગની Greta Garbo કહેવાય છે અને તેની સાથે સંજીવકુમારની જાણીતી ફિલ્મ છે: આંધી (૧૯૭૫)

  ૧૧) ‘વનરાણી’ નામે જાણીતી બાળકો માટેની મિનિ ટ્રેન બોરીવલીના સંજય ગાંધી નેશનલ પાર્કમાં ચાલે છે.

  Like

 2. ૧) માડાગાસ્કર હિંદી મહાસાગરમાં આવેલા ટાપુની સરકારે મહાત્મા ગાંધીજીની ટપાલટિકિટ બહાર પાડી છે.

  ૩) અત્યારનું રાષ્ટ્રપતિ ભવન અંગ્રેજોના શાસન વખતે Viceroy’s House નામે ઓળખાતું અને તેમાં ૩૪૦ ઓરડા આવેલા છે.

  ૬અ) લિફ્ટની શોધ Elisha Graves Otisએ 1852માં કરી.

  ૬બ) રેડિયમની શોધ Marie Curieએ કરી.

  ૬ક) થર્મોમીટરની શોધ ECornelius Drebbel, Robert Fludd, Galileo Galilei આ બધાએ મળીને કરી.

  ૬ડ) વાયરલેસ મૅસેજની શોધ Guglielmo Marconiએ કરી.

  ૭) બાંગ્લાદેશમાં ક્રિક્ર્ટની મૅચ રમતાં માથામાં બૉલ વાગતાં Raman Lamba નામના ભારતીય ક્રિકેટરનું મૃત્યુ થયું હતું.

  ૮) પશ્ચિમને પૂર્વનો પરિચય કરાવનાર અને ‘શાકુંતલ-ઋતુસંહાર-ગીતા વગેરે ગ્રંથો અંગ્રેજી ભાષામાં ઉતારનાર અંગેજ વ્યક્તિ છે Sir William Jones.

  ૯) દક્ષિણ મુંબઈનો ફોર્ટ, રીગલ સિનેમા અને ઓવલ મેદાનને અડીને આવેલો વિસ્તાર કાલાઘોડા તરીકે ઓળખાય છે. અહીં પહેલા King Edward VIIની કાળા ઘોડા વાળું પુતળું હતું જે પાછળથી ભાયખલાના રાણી બાગમાં મૂકવામાં આવ્યું છે.

  ૧૦) Jawaharlal Nehru Stadium ભારતનું પહેલું સ્ટેડિયમ, જ્યાં પહેલી વાર ફ્લડ લાઈટમાં ‘ડે એંડ નાઈટ’ની ક્રિકેટ મૅચ રમાઈ હતી.

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s