શરદ પૂર્ણિમા

                     આજે આસો સુદ પૂનમ [શરદપૂનમ]

 

આજનો સુવિચાર:- પગ અટકે તે પહેલા તીર્થયાત્રા કરી લો આંખોની દ્રષ્ટિ ઓછી થાય એ પહેલા પોતાના સ્વરૂપને નિહાળી લો.                                      – તરુણસાગરજી

હેલ્થ ટીપ:- દાંતનાં દુઃખાવો થતો હોય ત્યારે તજના તેલનું પુમડું મૂકવાથી રાહત રહેશે.

 

                                            શરદ પૂર્ણિમા

       શરદ પૂર્ણિમાનો ચંદ્ર એટલે પૂર્ણતાનું પ્રતીક. આ દિવસે ચન્દ્ર પૃથ્વીની નજીક આવે છે. શરદપૂર્ણિમાને દિવસે ચન્દ્ર સોળે કળાએ ખીલી ઊઠે છે. એની સોળ કળાઓ છે અમૃતા, મનાદા,પૂષા, પુષ્ટિ, તુષ્ટિ, રતિ,ધૃતિ, રાશિની, ચન્દ્રિકા, કાંતિ, જ્યોત્સના, શ્રી, અંગદા, પૂર્ણા અને પૂર્ણામૃતા.

તારા વિના શ્યામ મને એકલડું લાગે
રાસે રમવાને વ્હેલો આવજે

ગરબે ઘુમતી ગોપીઓ, સૂની છે ગોકુળની શેરીઓ
સૂની સૂની શેરીઓમાં, ગોકુળની ગલીઓમાં
રાસે રમવાને વ્હેલો આવ આવ આવજે
— તારા વિના શ્યામ મને

શરદ પૂનમની રાતડી ચાંદની ખીલી છે ઘણી ભાતની
તું ન આવે તો શ્યામ રાસ જામે ન શ્યામ
રાસે રમવાને વ્હેલો આવજે
— તારા વિના શ્યામ મને

અંગે અંગ રંગ છે આનંદનો, રંગ કેમ જાય તારા સંગનો
પાયલ ઝણકાર સુણી હૃદયનો નાદ સુણી
રાસે રમવાને વ્હેલો આવ આવ આવજે
—- તારા વિના શ્યામ મને

****************************************************


આજ બોલે છે મારા હૈયાની કુંજમાં
મધુરી શી મોહનની વાંસલડી રે
સરોવર હલકી હેલે ચઢ્યાં
ઘેલી સુણી એક વાતલડી રે

એનો ઘેરો ટહુકાર ઉડે વ્યોમમાં
એનો પડઘો પડે દેવભોમમાં
યુગ યુગની વસંત ઉર ઉરમાં સોહંત
વહે ગીતડાં અનંત રોમ રોમમાં

વાંસલડી હો……………
ઉડી હૈયાની કુંજમાં અમૃતનાં ડંખ એના ડંખે જીરે
સ્નેહ કુંજે કોઈ સ્નેહની સોહાગણ
પ્રીતમના પ્રેમ મંત્ર ઝંખે જી રે

–શ્રી કનુ રાવળ

 

                                                  ૐ નમઃ શિવાય

3 comments on “શરદ પૂર્ણિમા

Leave a comment