કરી તો જુઓ

આજે ભાદરવા વદ અમાસ, કંકણાકૃતિ સૂર્યગ્રહણ

આજનો સુવિચારઃ-..સફળતાનો માર્ગ જોખમ ભર્યો છે. તેની સામે લડનાર પુરૂષાર્થી જ પોતાનું જીવન સફળ બનાવી શકે છે.

                                            સ્નાન

 

• સ્નાનમાં તાજગી લાવવા યુકેલિપ્ટસ તેલનાં 2 થી 3 ટીપાં પાણીમાં ભેળવવાં. યુકેલિપ્ટસ ઉત્તમ એંટિસેપ્ટિક છે અને શરીરની દુર્ગંધ દૂર કરે છે.
• સ્નાનનાં પાણીમાં રૉઝમેરીનાં થોડા ટીપાં નાખવાથી માથાના દુખાવામાં રાહત થાય છે તથા વાળને પોષણ મળે છે.
• સ્નાનનાં પાણીમાં પા કપ જેટલું મધ ભેળવવાથી ત્વચા મુલાયમ બને છે.
• સ્નાનનાં પાણીમાં તુલસીનો અર્ક નાખી સ્નાન કરવાથી ઊંઘ સારી આવે છે તથા ત્વચા તાજગી અનુભવે છે.
• ચંદન તેલનાં થોડા ટીપા સ્નાનનાં પાણીમાં ભેળવવાથી તાજગી આવે છે.
• રૉઝ ઓઈલ ઉમેરી સ્નાન કરવાથી ત્વચાસબંધી રોગ દૂર થાય છે.
• પિપરમેંટનાં થોડા ટીપાં ભેળવી સ્નાન કરવાથી તાજગી આવે છે. 

                                         ખરતાં વાળ
  * સમતોલ આહાર લેવો જરૂરી છે. જેથી વાળને વિટામીન અને મીનરલ્સનું પોષણ મળી રહે.
  * વિટામીન બી, સી, તથા આયર્નનું પ્રમાણ વધારો. વાળને વધારવામાં સહાયક થશે.
  * સખત રીતે એટલે કે વધુ પડતું ટાઈટ પોનિટેલ બાંધવું નહીં. વાળનાં મૂળ ઢીલા પડી જશે.
  * ઈલાસ્ટિક રબર બેંડ વાપરશો નહીં, વાળમાંથી કાઢતી વખતે વાળ ખેંચાઈ આવશે.
  * જાસૂદનાં 5 થી 6 ફૂલ લઈ આમળાનાં પાઉડર સાથે વાટીને વાળમાં લેપ કરી 3 થી 4 કલાક રહેવા દેવાથી વાળ ઓછા ઉતરશે અને આમળાને લીધે કુદરતી કાળાશ આવશે.
* દહીંથી વાળ ધોવાથી વાળ મુલાયમ, ઘટ્ટ, કાળા, ચમકીલાં તથા લાંબા બનશે. વાળની જડમાં દહીં બરાબર રગડી વાળ ધોવા.

                                            ૐ નમઃ શિવાય

2 comments on “કરી તો જુઓ

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s