સુવિચાર

*   બે કામ સૌથી અઘરાં છે, માફી માગવી અને માફી આપવી.
*   સુખ મેળવવાની તમન્ના જ પહાડ જેવડાં દુઃખો ઊભા કરે છે.
*   અભિમાની નહીં, સ્વાભિમાની બનો.
*   સંયમની ભાષા સૌથી મીઠી છે.
*   આશા રાખો આકાશને આંબવાની.
*   અહમ અને ફાંદ ના નડે તો જ બે વ્યક્તિઓ ભેટી શકે.
*   ટકવું, અટકવું અને છટકવું આવડે તો ક્યાંય લટકવું ના પડે.
*   દરેક સાથે સમય કાઢતાં શીખો…..
*   જાગો…..કંઈક ગુમાવીને કંઈક શીખશો…
*   દરેક દુઃખ કશુંક શીખવે છે…..
*   કાટ ખાઈને મરવું તેના કતાં ઘસાઈને મરવું સારું….
*   વર્ષની શરુઆત અપેક્ષા સાથે થાય છે; અનુભવ સાથે પૂર્ણ થાય….

 

 

ૐ નમઃ શિવાય

મારી સાથે જ આવું કેમ?

mother and son

[આ કાવ્ય મોકલાવ્યા બદલ ન્યુઝીલેંડ સ્થિત શ્રી. રૂપેશભાઈ પરીખનો મેઘધનુષ આભારી છે.]

મારી સાથે જ આવું કેમ ?

તે હે બા, મારી સાથે જ આવું કેમ?

તું તો કેહતી “બાપુ બહુ સંભાળ રાખશે”
તો હે બા,હવે એ ઓછાયો જોઈ ડર શીદને લાગે છે ?

બાજુવાળી મીના તો કેહતી “બાપુ તો બહુ વહાલ કરે, રમકડા આપે ”
તો હે બા, આ વહાલ આટલું કુચે કેમ છે ?

યાદ છે તું ગાતી ” ચકી લાવી ચોખાનો દાણો, ચકો લાવ્યો મગ નો દાણો…..”
તો હે બા, આ ચકો જ જો માળો પીંખે તો ?

રોજ કાજળનું ટીપું લગાવી તું કેહતી ” કોઈની નજર ના લાગે”
તો હે બા, આ “કોઈ” માં શું બાપુ ના આવે?

બા, લોકો તો કહે” તારી બા બહુ દૂર ચાલી ગઈ, ભગવાન ઘરે,
તો હે બા, શું તું મને સાથે ના લઇ જાય?

બા હે બા , કેમ તું કઈ સાંભળતી નથી,
મને પણ સાથે લઇ જાને ……….

શ્રી. રૂપેશભાઈ પરીખ

ૐ નમઃ શિવાય

મિત્ર એટલે

મિત્ર એટલે •

મિત્ર એટલે મળવા જેવો માણસ,
મિત્ર એટલે હળવા જેવો માણસ,
મિત્ર એટલે ભળવા જેવો માણસ,
મિત્ર એટલે કળવા જેવો માણસ,
મિત્ર એટલે રળવા જેવો માણસ,
મિત્ર સહુને ફળવા જેવો માણસ…!

મિત્ર એટલે પરથમ પહેલો શ્વાસ,
મિત્ર એટલે હોવાનો અહેસાસ,
મિત્ર એટલે ઝળહળતો અજવાસ,
મિત્ર એટલે છેવટ લગ સહવાસ,
મિત્ર એટલે મળવા જેવો માણસ !

મિત્ર એટલે ઊઘડતું આકાશ,
મિત્ર એટલે સૂરજનો પરકાશ,
મિત્ર એટલે આંખોની ભીનાશ,
મિત્ર એટલે હૈયાની હળવાશ,
મિત્ર એટલે હળવા જેવો માણસ…!

મિત્ર એટલે મૂળપણાને શોધે
મિત્ર એટલે પોતાને સંશોધે,
મિત્ર એટલે અંતરને ઉદ્બોધે,
મિત્ર એટલે વહે વિના અવરોધે,
મિત્ર એટલે ભળવા જેવો માણસ…!

મિત્ર એટલે શાણપણે જે ઠરિયો,
મિત્ર એટલે વ્હાલપનો સમદરિયો
મિત્ર એટલે દરિયો જેને વરિયો
મિત્ર એટલે સમંદર જેણે હરિયો
મિત્ર એટલે કળવા જેવો માણસ…!

મિત્ર એટલે નીલી નીલી ઝાંય,
મિત્ર એટલે શીળી શીતળ છાંય,
મિત્ર એટલે પકડી લે જે બાંહ્ય,
મિત્ર એટલે ઉભો રહે જે વાંહ્ય,
મિત્ર એટલે રળવા જેવો yમાણYસ…!

મિત્ર એટલે વરસે અનરાધાર
મિત્ર એટલે અણદીઠો આધાર
મિત્ર એટલે સહેજ કરે ના વાર,
મિત્ર એટલે અજવાળું ઝોકાર,
મિત્ર સહુને ફળવા જેવો માણસ…!

 

ૐ નમઃ શિવાય

101 ગુજરાતી કહેવતો.

101 ગુજરાતી કહેવતો..

તમને કેટલી કેહવત યાદ છે?

૧, બોલે તેના બોર વેચાય
૨. ન બોલવામાં નવ ગુણ
૩. ઉજ્જડ ગામમાં ઍરંડો પ્રધાન
૪. ડાહ્યી સાસરે ન જાય અને ગાંડીને શીખામણ આપે
૫. સંપ ત્યાં જંપ
૬. બકરું કાઢતા ઉંટ પેઠું
૭.રાજા, વાજા અને વાંદરાં ત્રણેય સરખાં
૮. સિધ્ધિ તેને જઈ વરે જે પરસેવે ન્હાય
૯. બગલમાં છરી અને ગામમાં ઢંઢેરો
૧૦. લૂલી વાસીદું વાળે અને સાત જણને કામે લગાડે
૧૧. અધૂરો ઘડો છલકાય ઘણો
૧૨. ખાલી ચણો વાગે ઘણો
૧૩. પારકી મા જ કાન વિંધે
૧૪. જ્યાં ન પહોંચે રવિ, ત્યાં પહોંચે કવિ અને
જ્યાં ન
પહોંચે કવિ ત્યાં પહોંચે અનુભવી
૧૫. ટીંપે ટીંપે સરોવર ભરાય
૧૬. દૂરથી ડુંગર રળિયામણાં
૧૭. લોભી હોય ત્યાં ધૂતારા ભૂખે ન મરે
૧૮. શેરને માથે સવાશેર
૧૯. શેઠની શીખામણ ઝાંપા સુધી
૨૦. હિરો ઘોઘે જઈને આવ્યો અને ડેલીએ હાથ દઈને
પાછો આવ્યો
૨૧. વડ જેવા ટેટા ને બાપ જેવા બેટાં
૨૨. પાડાનાં વાંકે પખાલીને ડામ
૨૩. રામ રાખે તેને કોણ ચાખે
૨૪. ઊંટના અઢાર વાંકા
૨૫. ઝાઝા હાથ રળીયામણાં
૨૬. કીડીને કણ ને હાથીને મણ
૨૭. સંગર્યો સાપ પણ કામનો
૨૮. ખોદ્યો ડુંગર, નીકળ્યો ઉંદર
૨૯. નાચ ન જાને આંગન ટેઢા
૩૦. ઝાઝી કીડીઓ સાપને તાણે
૩૧. ચેતતા નર સદા સુખી
૩૨. સો દાહ્ડાં સાસુના એક દા‘હ્ડો વહુનો
૩૩. વાડ થઈને ચીભડાં ગળે
૩૪. ઉતાવળે આંબા ન પાકે
૩૫. સાપ ગયા અને લીસોટા રહી ગયા
૩૬. મોરનાં ઈંડા ચીતરવા ન પડે
૩૭. પાકા ઘડે કાંઠા ન ચડે
૩૮. કાશીમાં પણ કાગડા તો કાળા જ
૩૯. કૂતરાની પૂંછડી જમીનમાં દાટો તો પણ વાંકી ને
વાંકી જ
૪૦. પુત્રનાં લક્ષણ પારણાંમાં અને વહુનાં લક્ષણ
બારણાંમાં
૪૧. દુકાળમાં અધિક માસ
૪૨. એક સાંધતા તેર તૂટે
૪૩. કામ કરે તે કાલા, વાત કરે તે વ્હાલાં
૪૪. મા તે મા, બીજા વગડાનાં વા
૪૫. ધીરજનાં ફળ મીઠાં
૪૬. માણ્યું તેનું સ્મરણ પણ લહાણું
૪૭. કૂવામાં હોય તો હવાડામાં આવે
૪૮. સો સોનાર કી એક લૂહાર કી
૪૯. રાજાને ગમે તે રાણી
૫૦. કાગનું બેસવું અને ડાળનું પડવું
૫૧. આમદની અટ્ટની ખર્ચા રૂપૈયા
૫૨. ગાંડાના ગામ ન હોય
૫૩. સુકા ભેગું લીલું બળે
૫૪. બાવાનાં બેઉ બગડે
૫૫. લક્ષ્મી ચાંદલો કરવા આવે ત્યારે કપાળ
ધોવા ન
જવાય
૫૬. વાવો તેવું લણો
૫૭. શેતાનનું નામ લીધું શેતાન હાજર
૫૮. વખાણેલી ખીચડી દાઢે વળગી
૫૯. દશેરાનાં દિવસે ઘોડા ન દોડે
૬૦. સંગ તેવો રંગ
૬૧. બાંધી મુઠી લાખની
૬૨. લાખ મળ્યાં નહિ અને લખેશ્રી થયા નહિ
૬૩. નાણાં વગરનો નાથીયો ,નાણે નાથાલાલ
૬૪. લાલો લાભ વિના ન લોટે
૬૫. હિમ્મતે મર્દા તો મદદે ખુદા
૬૬. પૈની પેદાશ નહી અને ઘડીની નવરાશ નહી
૬૭. છાશ લેવા જવું અને દોહણી સંતાડવી
૬૮. ધોબીનો કૂતરો ન ઘર નો , ન ઘાટનો
૬૯. ધરમની ગાયનાં દાંત ન જોવાય
૭૦. હાથી જીવતો લાખનો , મરે તો સવા લાખનો
૭૧. સીધું જાય અને યજમાન રીસાય
૭૨. વર મરો, કન્યા મરો પણ ગોરનું તરભાણું ભરો
૭૩. હસે તેનું ઘર વસે
૭૪. બેગાની શાદી મેં અબ્દુલ્લા દિવાના
૭૫. ફરે તે ચરે, બાંધ્યા ભૂખ્યા મરે
૭૬. ભેંસ આગળ ભાગવત
૭૭. ઘરનાં છોકરાં ઘંટી ચાટે ને પાડોશીને આટો
૭૮. રાત થોડી ને વેશ ઝાઝા
૭૯. ના મામા કરતાં કાણો મામો સારો
૮૦. ભેંસ ભાગોળે અને છાશ છાગોળે
૮૧. મન હોય તો માંડવે જવાય
૮૨. અણી ચૂક્યો સો વર્ષ જીવે
૮૩. પારકી આશ સદા નીરાશ
૮૪. ઘરકી મૂર્ઘી દાલ બરાબર
૮૫. બાર વર્ષે બાવો બાલ્યો
૮૬. પહેલુ સુખ તે જાતે નર્યા
૮૭. ભાવતું હતું ને વૈદે કીધું
૮૮. જેને કોઇ ન પહોંચે તેને તેનું પેટ પહોંચે
૮૯. નામ મોટા દર્શન ખોટા
૯૦. લાતોના ભૂત વાતોથી ન માને
૯૧. ગા વાળે તે ગોવાળ
૯૨. બાંધે એની તલવાર
૯૩. ઘેર ઘેર માટીનાં ચૂલા
૯૪. ઝાઝા ગુમડે ઝાઝી વ્યથા
૯૫. મારું મારું આગવુ ને તારું મારું સહીયારું
૯૬. આગ લાગે ત્યારે કૂવો ખોદવા ન જવાય
૯૭. આંધળામાં કાણો રાજા
૯૮. ઈદ પછી રોજા
૯૯. ખાડો ખોદે તે પડે
૧૦૦. ક્યાં રાજા ભોજ , ક્યાં ગંગુ તલી
૧૦૧. નમે તે સૌને ગમે.

By shivshiva Posted in અવર્ગીકૃત

મુંબઈના ઉપનગર અને તેનો ઈતિહાસ

 

OLD CHURCHGATE STATION

ચર્ચગેટ

ચર્ચગેટનું નામ ઈ.સ. ૧૮૬૦ના મધ્યકાળમાં બનાવેલ સૅન્ટ થોમસ ચર્ચ જેનો પાછળથી વિદ્વંસ કરવામા આવેલો, જેના ત્રણ દરવાજા હતા તેના પરથી પાડવામાં આવ્યું હતુ. ચર્ચના એનો મુખ્ય દરવાજાના બહારના ભાગ આગળ આ સ્ટેશન બનાવવામા આવ્યું હતુમ જોકે ત્યારે આ દરવાજો હયાત ન હતો. જુના જમાનામા આ મુખ્ય દરવાજામાં દાખલ થતા એક સુંદર ફુવારો બનાવવામાં આવ્યો હતો જે અત્યારે ફ્લોરા ફાઉન્ટન તરીકે ઓળખાય છે જે અત્યારે હયાત છે. આ ફુવારો ૧૬મી સદીમાં દક્ષિણ મુંબઈની સરહદ ગણાતી. આજે ચર્ચગેટ સ્ટેશન ધમધમતા સ્ટેશનોમાનું એક સ્ટેશન ગણાય છે. અહીંથી સૌ પ્રથમ ટ્રેન સવારે ૪ વાગે ઉપડે છે અને સૌથી છેલ્લી ટ્રેન સવારે ૧ વાગે ઉપડે છે.

 

railwaystation1854

 

ચર્ની રૉડ

 

ચર્ની શબ્દ મરાઠી ભાષામાંથી અપનાવવામાં આવ્યો છે. ચર્ન એટલે ચારવું. પહેલાનાં જમાનામાં અહીં ઘોડા અને ઢોરને ચરવાની જગ્યા હતી. ચર્ની રૉડની ખાસિયત એ છે કે અહીંથી ગિરગામ ચોપાટી જે દક્ષિણ મુંબઈનું સહેલાણીઓનું પ્રિય સ્થળ ગણાય છે તે ખૂબ નજીક છે. ચોપાટી એ દક્ષિણ મુંબઈનું બીચ અને મરીનડ્રાઈવ જે સમુદ્રને કિનારે આરામથી ચાલવાની જગ્યાઓ છે જે આ સ્ટેશનની નજીક છે. બીજી લોકવાયકા મુજબ ચર્ની અથવા ચેંદની નામ થાણે જીલ્લા પરથી પાડવામાં આવ્યું છે. થાણે સ્ટેશનની નજદીક આવેલી ચેંદની નામની વસાહત અને આજુબાજુની વસાહત ગિરગામમાં આવીને વસેલી તેથી આ સ્થળનું નામ ચર્ની રૉડ પડ્યું હતુ.

 

ગ્રાન્ટ રૉડ

 

ઈ.સ. ૧૮૩૫થી ૧૮૩૯ દરમિયાની મુંબઈના ગવર્નર તરીકે રહી ચૂકેલા સર રૉબર્ટ ગ્રાન્ટના નામ પરથી રાખવામાં આવ્યુ હતુ. સર રૉબર્ટે કોલાબા અને થાણાના રસ્તાઓ બનાવ્યા હતા. ગ્રાન્ટ રૉડ સ્ટેશન મુંબઈની મધ્યમાં આવ્યું છે. મુંબઈના પશ્ચિમ વિભાગમાં આવેલા ગામદેવી, ગિરગામ ચોપાટી, બાબુલનાથ, મલબારહિલ, પેડર રૉડ, નેપીયન્સી રૉડ, નાના ચૉક, મધ્યમાં આવેલા ડંકન રૉડ, ડોંગરી, ભાયખાલા શૌકત અલી માર્ગ, ખેતવાડી, સી.પી.ટેંક, મુંબા દેવી, માંડવી, ભુલેશ્વર તથા સરદાર વલ્લભભાઈ પટેલ રૉડને આ સ્ટેશન જોડે છે. આ સ્ટેશન પાસેથી પસાર થતો રસ્તો હાલમાં શૌકત અલી માર્ગ તરીકે ઓળખાય છે તે ૧૮૩૯ની આસપાસ બાંધવામાં આવ્યો હતો.

 

મહાલક્ષ્મી

 

મહાલક્ષ્મી સ્ટેશનનું નામ મહાલક્ષ્મી મંદિર પરથી પાડવામાં આવ્યું હતું.

 

લૉઅર પરેલ

 

પરેલ વિસ્તારનું નામ ટ્રમ્પેટ [?] ફૂલની પાંદડીઓ એટલે કે પરલ અથવા પદલના નામ પરથી આવ્યુ છે. જુના જમાનામાં આ ફૂલ અહીં પુષકળ પ્રમાણમાં ઉગતા હતા. બીજી વાયકા પ્રમાણે પરેલ એ પરલીનું અપભ્રંશ છે. ડેક્કન વિસ્તારમાં આવેલા પર્લીમા પંચકલશી પ્રજાએ વૈજનાથ મહાદેવના મંદિરની સ્થાપના કરી હતી જેમણે આ નામ આપ્યુ હતુ. પરેલ એ મુંબઈના મૂળ સાત ટાપુમાંનો એક ટાપુ હતો જે ૧૩મી સદીના રાજા ભીમદેવના કબ્જામાં હતો. પૉર્ટુગીઝે મુંબઈ પર વિજય મેળવ્યો અને એની સત્તા એમણે પાદરીઓને સોંપી દીધી. આ પાદરીઓએ પર્લીના મહાદેવના મંદિરને ચર્ચમાં પ્રવર્તીત કર્યુ. ઈ.સ.૧૬૮૯ માં બ્રિટિશર્સે આ વિસ્તાર જીત્યો ત્યાં સુધી આ વિસ્તાર પાદરીઓ પાસે રહ્યો અને બ્રિટિશર્સે આ વિસ્તારના બે ભાગલા પાડી દીધા.

 

ઍલ્ફિસ્ટન રોડ

 

ઈ.સ. ૧૮૫૩ થી ૧૮૬૦ સુધીના સમય દરમિયાન ગવર્નર રહી ચૂકેલા લૉર્ડ ઍલ્ફિસ્ટનના નામ પરથી રાખવામા આવ્યુ હતુ જે મુંબઈના પશ્ચિમ રેલ્વે લાઈનનું એક સ્ટેશન છે. આ રેલ્વે સ્ટેશનને જોડતો રસ્તો હાલમાં ભટનાગર માર્ગના નામે ઓળખાય છે જે પહેલા જૉન્હ લૉર્ડ ઍલ્ફિસ્ટનના નામથી ઍલ્ફિસ્ટન રૉડ તરીકે ઓળખાતો હતો. ઈ.સ.૧૮૫૩ થી ૧૮૬૦ ના સમય દરમિયાન તેમણે શહેરની સારી પ્રગતિ કરી હતી. પાછળથી આ પ્રગતિમા સર બર્ટ્લી ફ્રીરનો મોટો ફાળો હતો.

 

માટુંગા

 

મૂળ મરાઠી શબ્દ માતંગ અથવા હાથી પરથી માટુંગા શબ્દ અપનાવવામાં આવ્યો છે. કહેવાય છે કે રાજા ભીમદેવના સમય દરમિયાન આ વિસ્તારમાં હાથીખાનુ હતુ. બ્રિટિશ રાજ દરમિયાન આ વિસ્તારમા લશ્કરી છાવણી હતી.

 

માહિમ

 

માહિમ મુંબઈના મૂળ સાત ટાપુઓમાંનો એક ટાપુ હતો. ૧૩મી સદીના રાજા ભીમદેવની માહિમ અથવા મહીકાવતી રાજધાની હતી. એમણે અહીં મહેલ અને પ્રભાદેવીમાં ન્યાયાલય તેમ જ બાબુલનાથનું પ્રથમ મંદિર બંધાવ્યા હતા. મૂળ માહિમ શહેર મુંબઈથી ૬૦ માઈલ દૂર ઉત્તરમાં પાલઘર પાસે સ્થિત હતુ. પુરાણકાળનું માહીમ અથવા મહીકાવતીનુઊ મંદિર હાલ મોજુદ છે. અહીરાવન અને મહીરાવને શ્રી રામ તથા લક્ષમણને પકડીને આ મંદિરમાં રાખ્યા હતા એવું રામાયણના ગ્રંથમા ઉલ્લેખ છે. હનુમાનજીએ અહીં આવીને શ્રી રામજી અને લક્ષમણને છોડાવ્યા હતા. રાજા ભીમદેવે પોતાની રાજધાની ગુમાવી પરંતુ આ શહેરમાં રહેતા લોકો આ સુંદર રાજધાનીને માહીમના નામથી જ ઓળખતા હતા. મોટા ભાગના લોકો માહીમ એક સત્ય હકીકત નહીં જાણતા હશે કે માહીમ નામ એક પ્રસિદ્ધ ઈરાનીયન કુટુંબનું નામ હતું જેના વારસ હજી પણ પણ ઈરાન અને કેનેડામાં વસે છે.

 

બાંદરા

 

બાંદરા નામ કદાચ મરાઠી શબ્દ વાંદ્રે પરથી આવ્યું હશે. બીજી લોકવાયકા મુજબ બાંદરા નામ પૉર્ટુગિઝની રાજકુમારીના સંદર્ભમાં હોઈ શકે અથવા તો હિંદી શબ્દ બંદર ગાહ એટલે બંદર પરથી લેવાયું હશે. આ એક સંસ્કૃત શબ્દ પણ છે. માઉન્ટ સ્ટુઅર્ટે લખેલા બંદોરા ગ્રંથ પરથી આ નામ લેવાયું છે એમ કહેવાય છે. બાંદરા મુંબઈના ઉપનગરની રાણી કહેવાય છે. બાંદરા જ્યાં લોકો આરામથી જાતજાતની ખરીદી કરી શકે છે, મનભાવતી વાનગી આરોગી શકે છે, સહેલાણીઓ સહેલ કરી શકે છે.

 

ખાર રોડ

આ વિસ્તારનું નામ ખાર દંડાના નામ પરથી આવ્યું છે. મરાઠીમાં ખાર એટલે મીઠું અને દંડા એટલે જાડી નાની લાકડી જે સમુદ્રમાંથી બહાર કાઢવામાં મદદ કરી શકે છે.

 

સાંતાક્રુઝ

આ શબ્દ લૅટિન શબ્દ સાન્તા ક્રુઝ એટલે પવિત્ર ક્રોસ. અહીંની સ્થાનિક પ્રજા આ સ્થળને ખુલ્બાવડી. ખુલ એટલે કાદવ અને બાવડી અથવા બાવરી એટલે કૂવો. સાલ્સેટ ઈસ્ટ ઈંડિયન ખ્રિસ્તિયન પ્રજાએ આ જ્ગ્યાએ સાન્તાક્રુઝ [પવિત્ર ક્રોસ] ગાડ્યો હતો તેના નામ પરથી આ વિસ્તારનું નામ સાન્તાક્રુઝ આપવામાં આવ્યું હતું. કહેવાય છે કે આ ક્રોસ પર ચમત્કારિક રીતે પાન ખીલે છે.

 

વિલેપાર્લે
વિલેપાર્લે નામ નાના ગામડા જ્યાં નાની નાની પગદંડી હતી પરથી પડ્યું હતું. મૂળ આ ગામનું નામ વેલહ પદ્લે હતુ. પૉર્ટુગિશબ્દ વેલ્હા અને મરાઠી શબ્દ પદનું મિશ્રણ એટલે વિલેપાર્લે. આજના જમાનામાં વિલેપાર્લે શિક્ષિત પ્રજાનું રહેઠાણ કહેવાય છે.

 

અંધેરી

ઘણી ટ્રેન અહીંથી ઉપડે છે અને ખતમ થાય છે. આ વિચિત્ર નામનો મરાઠીમાં અંધારું થાય છે. અંધેરી સ્ટેશન એ પશ્ચિમ ઉત્તર વિસ્તારનું ઉભરતુ ઉપનગર છે.

 

જોગેશ્વરી

આ વિસ્તારના પૂર્વીય ભાગમાં આવેલી જોગેશ્વરીની ગુફાઓના નામ પરથી પડ્યું છે. મહાદેવની આ ગુફાઓ પુરાણકાળમા બનાવવામાં આવી હતી. લોકવાયકા મુજબ આ મંદિર જેમણે બનાવ્યું છે તે જોગના નામ પરથી જોગેશ્વરીનું નામ પડ્યું છે.

 

ગોરેગાઁવ

જાણકારી મુજબ કહેવાય છે કે આ ઉપનગર અને સ્ટેશનનું નામ રાજકારણમાં સક્રિય એવા ગોરે કુટુંબ, જે આ ઉપનગરના પશ્ચિમી વિભાગમાં વસેલા હતા તેમના નામ પરથી આવ્યું છે. બીજી માન્યતા મુજબ આ ઉપનગરનું નામ ગોરે ગાઁવ જ્યાં જૂના જમાનાથી મોટા પાયા પર દૂધનું ઉત્પાદન થાય છે. જૂની લોકવાયકા મુજબ મરાઠીમા ગોરે ગામ પરથી આ ઉપનગરનું નામ ગોરેગાઁવ આવ્યું છે. રૅગોરેગાઁવ ઉપનગર ચાર ગામ પહાડી, ગોરેગાઁવ, આરૅ, એક્સરથી બનેલું છે. ૧૮૬૨માં આ ગોરેગાઁવ રેલ્વે સ્ટેશન બન્યું હતું. પહેલાના જમાનામાં બોરીવલીથી ગ્રાન્ટરોડની વચ્ચે પહાડી નામનું સ્ટેશન હતું.

 

મલાડ

મલાડ નામ મૂળ કયા નામ પરથી આવ્યું છે તેની હજી સુધી જાણકારી નથી મળી. મરાઠી ભાષામાં માળા એટલે હાર અથવા લાઈન અથવા સફેદ તૈલી જમીન. ૧૯૨૦ અને ૧૯૩૦માં જાહેર અને ખાનગી મકાનો મલાડની પથ્થરની ખાણની સામે બંધાઈ ગયા હતા.

 

કાંદિવલી

ઈ.સ.૧૯૦૭માં કાંદિવલી અથવા ખંદોલી સ્ટેશન બનાવવામાં આવેલું. ત્યાંના અણીદાર ડુંગરના નામ પરથી [મરાઠીમાં જેને ખંડ કહે છે] કાંદિવલી નામ આવ્યું હશે. ત્યાં પહેલા પથ્થરની ખાણ હતી.

 

વસઈ

વસઈ મૂળ સંસ્કૃત ભાષા વેસલ પરથી આવ્યો છે. મુસ્લિમ રાજ્યકાળ દરમિયાન આ બક્ષય તરીકે ઓળખાતું હતું, પૉર્ટુગિઝના સમયમાં બંસમ અને મરાઠા આને બાજીપુર તરીકે જાણતા હતા. બ્રિટિશના રાજકાળમાં બસીન તરીકે ઓળખાતું, ભારત જ્યારે સ્વતંત્ર થયું ત્યારે વસઈના નામે ઓળખાયું. સંસ્કૃત શબ્દ વાસ પરથી વસઈ શબ્દ લેવાયો છે. વાસ એટલે રહેઠાણ.

 

નાલાસોપારા
જૂનુ બંદરગાહ સુર્પરકા અથવા સોપારા હવે કાંપથી ભરાઈ ગયો છે. સોપારા ભારતનું સૌથી જૂનું બંદરગાહ છે જે લગભગ ૧૦૦૦ વર્ષથી પણ વધારે જૂનું મનાય છે. કેટલાક વિદુષકોના કહેવા મુજબ આ જગ્યા સોલોમન ઑફિરની હતી અને મહાભારતના ઉલ્લેખ પ્રમાણે શુર્પરકા એક એવી જગ્યા છે કે પાંડવો એમના વનવાસ દરમિયાન અહીં રહ્યા હતા.

 

વિરાર

ભારતીય ફિલૉસોફર જીવન વિરારના નામ પરથી આ ઉપનગરનું નામ પડ્યું છે. ઈ.સ.૧૯૨૫માં વિરાર સ્ટેશન ઈલેક્ટ્રિક ટ્રેનથી મુખ્ય સ્ટેશન સાથે જોડવામાં આવ્યુ હતું.

 

“નામમાં શું છે?” શેક્સપિયરે કહ્યું છે. પણ આ માહિતી જાણ્યા પછી એમ લાગે છે કે નામ પાછળ મોટો ઈતિહાસ જાણતા એમ લાગે છે કે નામ હોવું જરૂરી છે.

 

 

ૐ નમઃ શિવાય

 

 

સાપુતારા

saputara

 

સાપુતારા

 

 

સહ્યાદ્રિ પર્વતમાળા ડાંગનાજંગલ વિસ્તારમાં આવેલી છે જે સાપુતારા તરીકે ઓળખાય છે. આ પર્વતમાળા સાપના આકારમાં હોવાથી સાપુતારા તરીકે ઓળખાય છે.

આ રમણીય સ્થળ સુરતથી ૧૭૨ કિ.મી.ના અંતરે છે. સાપુતારા રમણીય સનસેટ પોઈંટ માણવા લોકો જાય છે.

ટ્રેકિંગ કરનારાઓને સાપુતારાના જંગલોના જંગલી પ્રાણીઓનો ભેટો જરૂરથી થાય છે.
સહેલાણીઓને આકર્ષવા અહીં રમણીય હોટોલો અને સ્વીમીંગ પૂલો બનાવવામાં આવ્યા છે.

 

ૐ નમઃ શિવાય

સુવિચાર

સુવિચાર

 

*    માણસ પૈસાને બચાવે તે જરૂરી છે પણ બચાવેલા પૈસાથી માણસ માણસને બચાવે તે વધારે જરૂરી છે.

*    માણસને ગુસ્સો આવે એ MARD ની નિશાની છે
પણ
એ ગુસ્સાને પી જવો એ MARRIED ની નિશાની છે.

*    એટલું મીઠું ના બોલો કે લોકો તમને ગળી જાય
એટલું કડવું પણ ના બોલો લોકો તમને થૂંકી દે

*    “મને કોઇની જરૂર નથી” એમ માને તે સ્વાર્થી
“સહુને મારી જરૂર છે” એમ માને તે પરકારીન
“સહુ મારા માટે જરૂરી છે” એમ માને તે નમ્ર

*    જિંદગી જીવવાની બે રીત છે…. કાંતો કોઈ એક ખૂણે રડી લેવું અથવા તો
વિશ્વના તમામ ખૂણે લડી લેવું……

*    દુનિયામાં નોખાની નહી પણ અનોખાની બોલબાલા છે.

*    જે વિ્ચારો તે બધું બોલો નહિ
અને
જે બોલો તે બધું વિચારીને બોલો.

*    બીજા સાથે એવી જ ઉદારતા રાખો જેવી ઈશ્વરે તમારી સાથે રાખી છે.

 

 

ૐ નમઃ શિવાય

ભક્તિની શક્તિ

ભક્તિનેી શક્તિ

અન્નમાં ભક્તિ ભાવ મળે તો ‘અન્ન્કૂટ’ બની જાય છે…….
આત્મામાં ભક્તિ ભાવ મળે તો ‘પરમાત્મા’ બની જાય છે……
ઈમારતમાં ભક્તિ ભાવ મળે તો ‘મંદિર’ બની જાય છે……..
ઈશ્વરમાં ભક્તિ ભાવ મળે તો ‘પ્રાર્થના’ બની જાય છે…..
ઉજાગરમાં ભક્તિ ભાવ મળે તો ‘જાગરણ’ બની જાય છે…..
એકાંતમાં ભક્તિ ભાવ મળે તો ‘ધ્યાન’ બની જાય છે……
કર્મમાં ભક્તિ ભાવ મળે તો ‘કાર્ય’ બની જાય છે………
ગીતમાં ભક્તિ ભાવ મળે તો ‘ભજન’ બની જાય છે……
ઘડપણમાં ભક્તિ ભાવ મળે તો ‘સંન્યાસ બની જાય છે…….
ચારિત્ર્યમાં ભક્તિ ભાવ મળે તો ‘સંસ્કાર’ બની જાય છે…….
જમણવારમાં ભક્તિ ભાવ મળે તો ‘ભંડારો’ બની જાય છે…….
ત્યાગમાં ભક્તિ ભાવ મળે તો ‘વૈરાગ્ય’ બની જાય છે…….
ધનમાં ભક્તિ ભાવ મળેભક્તિ ભાવ મળે તો તો ‘દાન’ બની જાય છે……
નિરાહારમાં ભક્તિ ભાવ મળે તો ‘ઉપવાસ’ બની જાય છે…….
પથ્થરમાં ભક્તિ ભાવ મળે તો ‘શાલિગ્રામ’ બની જાય છે……..
પુસ્તકમાં ભક્તિ ભાવ મળે તો ‘ધર્મગ્રંથ બની જાય છે……..
ફરજમાં ભક્તિ ભાવ મળે તો ‘યોગ’ બની જાય છે……….
બેઠકમાં ભક્તિ ભાવ મળે તો ‘યોગાસન’ બની જાય છે…….
ભોજનમાં ભક્તિ ભાવ મળે તો ‘પ્રસાદ’ બની જાય છે……..
માણસમાં ભક્તિ ભાવ મળે તો ‘ભક્ત’ બની જાય છે……….
રઝળપાટમાં ભક્તિ ભાવ મળે તો ‘યાત્રા’ બની જાય છે…….
લેખનમાં ભક્તિ ભાવ મળે તો ‘પ્રભુપૂજા’ બની જાય છે…….
વૃક્ષમાં ભક્તિ ભાવ મળે તો ‘વિભૂતિ’ બની જાય છે……..
સત્યમાં ભક્તિ ભાવ મળે તો ‘શ્રદ્ધા’ બની જાય છે……….
સંસ્કૃતિમાં ભક્તિ ભાવ મળે તો ‘સમૃદ્ધિ’ બની જાય છે…….
સજ્જનમાં ભક્તિ ભાવ મળે તો ‘સંત’ બની જાય છે……..
હાથમાં ભક્તિ ભાવ મળે તો ‘વંદન’ બની જાય છે……..
ક્ષમામાં ભક્તિ ભાવ મળે તો ‘ભૂષણ’ બની જાય છે……..
શ્રોતામાં ભક્તિ ભાવ મળે તો ‘સત્સંગ’ બની જાય છે……..

 

સંકલન………ધર્મલોક ……ગુજરાત સમાચાર …….

 

ૐ નમઃ શિવાય

કાનાએ વેરણ એ વાંસળી વગાડી

આજે ગુરુપૂર્ણિમાની સૌને શુભેચ્છાઓ

 

કાનાની વાંસળીમં શ્વાસભરી રાધાએ
વેરણ એ વાંસળી વગાડેી
વાંસળીએ હૈયાને ડંખ લીલા માર્યા કે
વ્હેરાતી વેદના જગાડી

કાનાની યાદ એવી
કાળજામાં કૂંપળતી
જાણે કે કળીઓની
પાંખડીઓ ઊઘડતી

કૂંપળતી કળીઓની પાંખડીઓ વેરીને.
વેરણ એ વાંસળી વગાડી;
વાંસળીએ હૈયાને ડંખ લીલા માર્યા કે
વ્હેરાતી વેદના જગાડી
કાનાએ વેરણ એ વાંસળી વગાડી

 

અધરો પર   ફરિયાદો
મૂક રહી ફણગાતી
જાણે કે પાંદડીઓ
કાંટાથી કોરાતી

કાંટાથી કોરાતી પાંખડીઓ વેરીને્
“શ્રાવણી”એ વાંસળી વગાડી
વાંસળીએ હૈયાને ડંખ લીલા માર્યા કે
વ્હેરાતી વેદના જગાડી
કાના એ વેરણ એ વાંસળી વગાડી

 

કવિયીત્રીઃ- ગોસ્વામી ઈન્દિરાબેટીજી

 

ૐ નમઃ શિવાય

 

By shivshiva Posted in અવર્ગીકૃત

મૃગેશને શ્રદ્ધાંજલિ

Mrugesh

 

ગુજરાતી ભાષા રીડ ગુજરાતી (મૃગેશભાઇ) ના યોગદાનને કદી નહીં ભૂલે..

હું શું આપી શકું શ્રદ્ધાંજલિ તને મૃગેશ
સૌને શોકાતુર છોડી પ્રભુને પ્યારો થઈ ગયો મૃગેશ
ફક્ત સંસ્મરણો………………..

 

ૐ નમઃ શિવાય

 

By shivshiva Posted in અવર્ગીકૃત