આપણે આપણાં સખા થઈએ

                           આજે આસો વદ પાંચમ

આજનો સુવિચાર:- કોઈપણ વ્યક્તિ અયોગ્ય હોતી નથી ફક્ત તેને પારખવાની દૃષ્ટિ હોવી જરૂરી છે.

આપણે આપણાં સખા થઈને રહીયે
છે અડીખમ ઊભા વૃક્ષને ટેકાની આશ?
છે માની મમતાને મમત્વની આશ?
છે વરસતી વર્ષાને ઝીલાવાની આશ?
છે ગંગાના નીરને શિવ જટાની આશ?
છે સાગરની લહેરોને કિનારાની આશ?
છે પહાડોને ગગન ચૂમવાની આશ?
છે લહેરાતી વાદળીને દોડવાની આશ?

હવે તો

રહી તો બસ ઈશને પામવાની આશ
રહી ઝૂલતાં પર્ણોને ડાળખીઓની આશ
રહી કોરીધાક આંખોને ક્ષિતિજની આશ
રહી વરસતી વર્ષાને સપ્તરંગની આશ
રહી ગંગાને ભગીરથનાં પોકારની આશ
રહી સાગરની લહેરોને તરંગોની આશ
રહી પહાડોને ઊંચાઈ આંબવાની આશ
રહી રસભીની વાદળીને વરસવાની આશ

છતાંયે

આપણે આપણાં સખા થઈને રહીયે

                       – નીલા  કડકિઆ

                   ૐ નમઃ શિવાય

7 comments on “આપણે આપણાં સખા થઈએ

  1. કોઇકે એમ કહ્યાનું મને યાદ આવે છે કે, આપણો સૌથી મોટો દુશ્મન આપણે પોતે જ છીએ. માટે પોતાના સખા થવાની વાત બહુ વ્યાજબી છે.

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s