આવુ પણ થાય

                           આજે કારતક સુદ ચૌદસ

 

આજનો સુવિચાર:- જે કર્મમાંથી વધુ ને વધુ લોકોને આનંદ મળે તે કર્મ જ શ્રેષ્ઠ છે.    — ફ્રાંસિસ હચિસન

[અમેરિકા સ્થિત શ્રી રમેશભાઈ પટેલે [આકાશદીપ] પોતાની આ રચના મોકલાવ્યા બદલ મેઘધનુષ આભારી છે. ]

આવુ પણ થાય

હાલીએ હોંશભેર ને દરવાજા બંધ થાય

કોઈને   શોધતાં  ખુદ  ખોવાઈ   જવાય

સમયની બલિહારી રાહબર મળી જાય

આવું તો ભાઈ કોક વાર થાય

વરસે વરસાદ ને  આગ પણ બૂઝાય

અંદર  જલે  તો   હૈયે મેઘ  છલકાય

ગમતી વાતો હરખ  ભેર  વાગોળાય

આવું તો ભાઈ વારેવારે  થાય

નાની  વાતોને  મોટી  પણ  થાય

ને મોટી વાતોને નાની પણ થાય

આવું  સમજાય તમને મારા ભાઇ

સંતોષનાં સુખ સર્વ કોઠે  ઉભરાય

આવું તો  તમે ધારો તો જ થાય

શ્રી રમેશભાઈ પટેલ (આકાશદીપ)

 

ૐ નમઃ શિવાય

 

9 comments on “આવુ પણ થાય

 1. આવું તો ભાઈ કોક વાર થાય…..

  આવું તો ભાઈ વારેવારે થાય…….

  આવું તો તમે ધારો તો જ થાય…….

  Really LIKED this Rachana of Rameshbhai !
  It happens SOMETIMES….it happens ALWAYS…& it can happen, IF YOU DESIRE…..
  Nice, Rameshbhai !….Thannks for posting on your Blog !
  DR. CHANDRAVADAN MISTRY ( Chandrapukar)
  http://www.chandrapukar.wordpress.com

  Like

 2. હા! આ શિઘ્ર કવિતા એ લેખ પર વાંચીને એ લેખમાંનો ભાવ બમણો થયો હતો.

  આપણ સૌ બહુ જ મર્યાદિત ચેતનાની સુંઠના ગાંગડે આખું જીવન વ્યતિત કરી દેતા હોઇએ છીએ. આપણને એ કદી યાદ આવતું નથી કે, ચેતનાનો અખૂટ ભંડાર તો ઓલી બારીની પાછળ છૂપાઇને બેઠો છે – આખા જગતને ચલાવતો કો’ક અજાણ , અણદીઠો ,પણ સર્વ શક્તિમાન માંધાતા.

  અને કદીક એક ક્ષણ માટે એ બારી ખૂલી જાય ત્યારે જાણ થાય કે, એ તો આપણી અંદર, દરેક નાના કોષના કેન્દ્રમાં હાજરા હજૂર બેઠેલો જ છે.

  ઓસ્ટીનના રીવરવોકના એ બાંકડા પર બેસીને એક ક્ષણ માટે તે બારી ખૂલી ગઈ , અને એ લેખ સર જાઈ ગયો.
  અને એ લેખ વાંચીને રમેશભાઈના અંતરમાં આ કવિતા સરજાણી. અહીં તે વાંચીને એ ભાવ પ્રદિપ્ત થયો.

  દીવે દીવે પેટાવવાની આ સહોદરતા વધારતા જ રહીએ. નીલાબેનનો ખૂબ આભાર .. રમેશભાઈના ભાવને પોરસાવવા માટે.

  બુધ્ધવાણી ‘ અપ્પ દીપો ભવ ‘
  પણ ‘ દીવે દીવો પ્રગટે’ એ પણ અનુભવસિધ્ધ સત્ય નથી?

  Like

 3. આખા જગતને ચલાવતો કો’ક અજાણ , અણદીઠો ,પણ સર્વ શક્તિમાન માંધાતા.

  લેખ વાંચીને રમેશભાઈના અંતરમાં આ કવિતા સરજાણી. અહીં તે વાંચીને એ ભાવ પ્રદિપ્ત થયો.

  પણ ‘ દીવે દીવો પ્રગટે’ એ પણ અનુભવસિધ્ધ સત્ય નથી?

  ૐ નમઃ શિવાય
  Neela Kadakia
  All the Great…
  Pl accept my thanks to making me happy.

  Vital Patel

  Like

 4. હાલીએ હોંશભેર ને દરવાજા બંધ થાય

  કોઈને શોધતાં ખુદ ખોવાઈ જવાય

  વાહ…ખુબ સરસ રચના છે શ્રી રમેશભાઈ પટેલ (આકાશદીપ)જીની..

  ધન્યવાદ નીલાબેન કે તમારા થકી આવી રચના વાંચવા મળી
  સ્નેહા-અક્ષિતારક

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s