મહાસાગર

November 5, 2007

                                     આસો વદ એકાદશી

આજનો સુવિચાર:- સફળતા અને પ્રસન્નતા એ બેમાંથી પસંદગી કરવાની હોય તો પ્રસન્નતાની પસંદગીમાં ઉતારવામાં સાચી બુદ્ધિમત્તા છે.

હેલ્થ ટીપ્સ :- ડિપ્રેશન દૂર કરવાની મહત્વની વાત એ છે કે ‘તમે જેવા છો તેવા જ બરાબર છો અને પર્માત્માને પ્રિય છો, એ સ્વીકારો. એવું કોઈપન કાર્ય ન કરો જેનાથી સ્વયં પરમાત્માને પણ શરમાવું પડે.

હું શાળામાં ભણતી હતી ત્યારે મહાસાગરનું આ કાવ્ય શીખી હતી અચાનક મળી જતાં લખવાનું મન થઈ ગયું.

મહાસાગર  

ખારા ખારા ઊસ જેવા
આછાં-આછાં તેલ,
પોણી દુનિયા ઉપર
એવાં પાણી રેલમછેલ !

આરો કે ઓવારો નહીં
પાળ કે પરથારો નહીં
સામો તો કિનારો નહીં
પથરાયા એ જળભંડાર સભર ભર્યાં

આભનાં સીમાડા પરથી,
મોટા મોટા તરંગ ઊઠી,
વાયુ વેગે આગળ થાય,
ને અથડાતા-પછડાતા જાય !

ઘોર કરીને ઘૂઘવે,
ગરજે સાગર ઘેરે રવે !
કિનારાના ખડકો સાથે,
ધિંગામસ્તી કરતો-કરતો,
ફીણથી ફૂંફાડા કરતો,
ઓરો આવે, આઘો થાય,
ને ભરતી-ઓટ કરતો જાય !

ઊંડો ઊંડો ગજબ ઊંડો !
માણસ ડૂબે, ઘોડા ડૂબે !
ઊંચા ઊંચા ઊંટ ડૂબે !
હાથી જેવાં તૂત ડૂબે !
કિલ્લાની કિનાર ડૂબે !
તાડ જેવાં ઝાડ ડૂબે !
મોટા મોટા પહાડ ડૂબે !
ગાંડો થઈને રેલે તો તો
આખી દુનિયા જળબંબોળ જળબંબોળ !

વિશાળ લાંબો પહોળો
ઊંડો એવો મોટો ગંજાવર !
એના જેવું કોઈયે ન મળે !
મહાસાગર તો મહાસાગર !

કવિશ્રી:- ત્રિભુવનદાસ વ્યાસ

                                              ૐ નમઃ શિવાય

Entry Filed under: પોયણી[કાવ્યરસ]. .

8 Comments Add your own

  • 1. Chirag Patel  |  November 5, 2007 at 8:29 pm

    તબીયત ખુશ થઈ ગઈ, નીલાબેન. કવીતાથી અને ફોટાથી.

    Reply
  • 2. neetakotecha  |  November 6, 2007 at 6:23 am

    હા મને પણ યાદ છે આ કવીતા.

    બહુ વખતે વાંચીને એ દિવસો યાદ આવી ગયા.

    Reply
  • 3. manvant@aol.com  |  November 6, 2007 at 7:50 am

    દરિયાદેવને નમસ્કાર ! સમુદ્રમંથન યાદ આવ્યુ !
    આ કાવ્ય સાંભળેલું હોય એવું લાગે છે.આભાર !

    Reply
  • 4. Heena Pujara  |  November 6, 2007 at 10:50 am

    school days yaad avi gaya

    Reply
  • 5. વિશ્વદીપ &hellip  |  November 7, 2007 at 3:01 am

    આરો કે ઓવારો નહીં
    પાળ કે પરથારો નહીં
    સામો તો કિનારો નહીં
    પથરાયા એ જળભંડાર સભર ભર્યાં..

    લયને સારી રીતે વણ્યા છે.. સરસ રચના છે

    Reply
  • 6. nilam doshi  |  November 7, 2007 at 6:08 pm

    હમણાં દરિયા ઉપર એક લલિત નિબંધ લખતી હતી ત્યારે શરૂઆત આ કાવ્યની પંક્તિથી જ કરી. શૈશવની યાદો આ કાવ્ય સાથે સંકળાયેલ છે. આજે પણ કેટલી જ તાજગી છે આ કાવ્યમાં.

    મજા આવી માણવાની ફરી એકવાર

    Reply
  • 7. ashalata  |  November 17, 2007 at 7:31 pm

    BALPAN MA lai java badal Neelaben aapno

    khub khub abhar

    mari gamati kavita—- maja aavi

    Reply
  • 8. નિશિત  |  October 2, 2008 at 12:40 am

    ખૂબ ખૂબ આભાર. ઘણા વખતથી આ કવિતા શોધતો હતો.

    Reply

Leave a Comment

Required

Required, hidden

Some HTML allowed:
<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <pre> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


શોધખોળ

આભાર

પંચમ શુક્લ on વ્યહવાર છે
Vital Patel on વ્યહવાર છે
nandani on ઓસડિયા
Health Tips on ઓસડિયા
Health Tips on ઓસડિયા

તાજેતરમાં લખાયેલુ

મહિનાની નોંધણી

તારીખીયુ

November 2007
M T W T F S S
« Oct   Dec »
 1234
567891011
12131415161718
19202122232425
2627282930  

ભલે પધાર્યા

નિરીક્ષણ

ધબકારનાં ધબકતા હૈયા

Image Hosted by ImageShack.us

RSS ગીત ગુંજ

free counters