અક્ષયતૃતીયા

આજે વૈશાખ સુદ બીજ [અખા ત્રીજ, અક્ષય તૃતીયા]

આજનો સુવિચાર:- અક્ષય એટલે જેનો નાશ નથી થતો તે. ભગવાનનું એક નામ અક્ષય છે.

 

હેલ્થ ટીપ:- ગરમીમાં ઘરનું સારી રીતે રાંધેલું ભોજન લો.

 

                     આજે અક્ષય તૃતીય એટલે અખાત્રીજ

    અક્ષયનો અર્થ જેનો ક્યારેય ક્ષય થતો નથી. કહેવાય છે કે પાંડવોના વનવાસ દરમિયાન સૂર્યનારાયણે તેમને અક્ષયપાત્ર આપ્યું હતું. આ પાત્ર તેમની પાસે બાર વર્ષ સુધી રહ્યું હતું . આ અક્ષયપાત્ર એટલે તેમાંથી ભોજન ક્યારેય ખૂટે નહીં જેમાંથી પાંડવોએ દુર્વાસાને જમાડ્યા હતા.

    પૌરાણિક કથા મુજબ બધી તિથિઓ પ્રભુ પાસે પહોંચી ગઈ અને પોતાનું મહત્વ બતાવવા લાગી. પૂર્ણિમા, ચૌદસ તેરસ, અગિયારસ વગેરે પોતાનું મહત્વ જણાવ્યું. પૂર્ણિમાએ શરદ પૂનમ્નું મહત્વ જણાવતાં કહ્યું હું મોટી. ચૌદસે અનંત ચૌદસનું મહત્વ બતાવતાં જણાવ્યું કે હું મોટી. દશમ વિજયા દશમીનું મહત્વ જણાવતાં કહ્યું હું મોટી. આમ બધી તિથિઓ પોતાનું મહત્વ જણાવતી ગઈ. પરંતુ ત્રીજ [તૃતીયા] એક બાજુએ ઊભી ઊભી રડતી હતી. પ્રભુએ તેને બોલાવી પૂછ્યું શા માટે રડે છે ? ત્યારે તેણે જણાવ્યું કે મારું તો કાંઈ મહત્વ જ નથી. ત્યારે ભગવાને તેને આશીર્વાદ આપતાં જણાવ્યું કે રડીશ નહી વૈશાખ સુદ ત્રીજ તુ અક્ષયત્રીજ તરીકે ઓળખાશે અને એ દિવસે લોકો જે કાંઈ કામ શરૂ કરશે કે શુભકાર્ય કરશે તે કોઈ દિવસ ખૂટશે નહીં કે ખરાબ નહીં થાય.

     આમ એ દિવસથી અક્ષયતૃતીયાનું મહત્વ વધી ગયું. તેમજ આ દિવસ શુભકાર્ય માટે ઉત્તમ ગણાય છે. આ દિવસે કોઈપણ કાર્ય માટે મુહુર્ત જોવું નથી પડતું. આ દિવસે સૌથી વધારે લગ્ન થતાં હોય છે. તેમજ સોનાની ખરીદી માટે ઉત્તમ દિવસ કહેવાય છે.

    આજે વિષ્ણુ ભગવાનનાં છઠ્ઠા અવતાર ગણાતા પરશુરામનો જન્મદિવસ ગણાય છે. એમનો જન્મ ત્રેતા યુગમાં જમદગ્નિ ઋષિ અને રેણુકાને ત્યાં થયો હતો.. તેઓ હંમેશા પોતાની પાસે ફરસી એટલે પરશુ રાખતા તેથી તેઓ પરશુરામ તરીકે ઓળખાતા. કહેવાય છે કે તેમણે કેરાલા અને મહારાષ્ટ્રના દરિયાકાંઠાના કોંકણથી મલબાર વચ્ચેના ક્ષેત્રમાં સમુદ્રને આગળ અટકાવ્યો હતો. આથી આ વિસ્તારને પરશુરામક્ષેત્ર કહેવાય છે.

 

                               ૐ નમઃ શિવાય

3 comments on “અક્ષયતૃતીયા

  1. સરસ માહિતી- થોડી માહિતી ઉમેરું?અક્ષયતૃતીયાના શુભ દિવસે શેરડીના રસ દ્વારા વરસીતપનું પારણું કરવામાં આવે છે.આ દિવસે વરસીતપના ગૃહસ્થ આરાધકો એટલે કે જૈન શ્રાવક શ્રાવિકાઓ શત્રુંજયગિરિ ઉપર આદિનાથ ભગવાનને શેરડીના રસનો પ્રક્ષાલ કરે છે અને તે પછી જ તપસ્યાનું પારણું કરે છે.

    Like

Leave a comment