આજે ફાગણ સુદ ચોથ [પાંચમનો ક્ષય]
આજનો સુવિચાર:- તમારા કામકાજનાં બીજા કોઈ વખાણ કરે તેવું ઝંખશો નહીં.
મેઘધનુષમાં મૂકાયેલી હેલ્થ ટીપ્સનો થોડો સારાંશ.
હેલ્થ ટીપ્સ:- લીંબુનો રસ ઠંડા કે ગરમ પાણીમાં સવારે અને રાત્રે પીવાથી કબજીયાત મટે છે.
હેલ્થ ટીપ્સ:- અજમાને શેકીને અને વાટીને તેની પોટલી બનાવીને સૂંઘવાથી શરદી મટે છે.
હેલ્થ ટીપ્સ:- નાના બાળકોને છાશ પીવડાવવાથી દાંત નીકળવામાં તકલીફ થતી નથી.
હેલ્થ ટીપ્સ:- એક ચમચી તુલસીના રસમાં અડધી ચમચી મધ ભેગુ કરી પીવાથી હેડકી બંધ થાય છે.
હેલ્થ ટીપ્સ:- ઘઉંના જ્વારાનો રસ નિયમીત પીવાથી ડાયાબિટીસ પર રાહત રહે છે.
હેલ્થ ટીપ્સ:- શરદી પર મરી, તજ અને આદુનો ઉકાળો રાહત આપે છે.
હેલ્થ ટીપ્સ:- લોહી નીકળતા ઘા ઉપર હળદર લગાડવાથી લોહી નીકળવું બંધ થશે.
હેલ્થ ટીપ્સ:- મચ્છર કરડે ત્યારે ઘા પર ઠંડું પાણી ચોપડવાથી ઘાની બળતરામાં રાહત રહે છે.
હેલ્થ ટીપ્સ:- જ્યારે થાક વરતાય ત્યારે નાની ગોળની કાંકરી ખાવાથી થાક ઉતરી જાય છે.
હેલ્થ ટીપ્સ:- લીંબુનો રસ દાંત પર ઘસવાથી દાંતમાંથી નીકળતું લોહી બંધ થાય છે.
હેલ્થ ટીપ્સ:- ચોખાનાં લોટમાં મરીનો ભૂકો નાખી તેને થોડા પાણીમાં ઊકાળી પેસ્ટ બનાવી તેને કપાળ પર લગાડવાથી અધાશીશીમાં રાહત રહે છે.
હેલ્થ ટીપ્સ:- ગરમ દૂધમાં એક ચમચી મધ નાખી પીવાથી અશક્તિ દૂર થાય છે.
હેલ્થ ટીપ્સ:- આંખની નીચેનાં કાળા કુંડાળા દૂર કરવા ખમણેલા બટાટાની છીણ કે ઠંડી કાકડીનું પાતળું પતીકું રોજ દસ મિનિટ બંધ આંખો ઉપર મૂકી રાખો.
હેલ્થ ટીપ્સ:-શિયાળામાં બદામના તેલની માલિશ ઉત્તમ છે.
હેલ્થ ટીપ્સ:- લોખંડના વાસણમાં આમળાના ચૂર્ણને પાણીમાં પલાડી માથામાં લગાડવાથી અકાળે વાળ ધોળા થતાં અટકે છે અને વાળ મજબૂત થાય છે.
ૐ નમઃ શિવાય
lots of home remady . I like it. special when you live abroad.
LikeLike
મેઘધનુષ્યના સાત રંગોમાંનો એક તે આ ટીપ્સ !
હું તો આ બધા નુસખાઓનો આદિ છું અને સવારે નરણાં કોઠે કરવાનાં વાનાંથી લઈને એકપછી એક એમ આયુર્વેદની સૂચનાઓને માનતો હોઉં છું.
આયુર્વેદના દૃષ્ટિકોણથી લખાયેલાં વનસ્પતિ પરનાં 150થી વધુ કાવ્યોનું સંપાદન મેં કર્યું છે ! ઔષધિગાન ભાગ 1 અને 2.
એક નમૂનો જુઓ :
” તનડાને નરવું કરી, વૃદ્ધને કરે યુવાન;
સોજા સાવ ઉતારતી, સાટોડી એવી મહાન !
પેશાબનાં દર્દો હરે, જુક્તિ એની જોય
નવાં નવાં રૂપ આપતી, પુનર્નવા એ હોય.”
LikeLike
પિત્ત-કફ હર સરગવો કહ્યો શાક-સરદાર;
જઠરાગ્નિને જગાડતો; શૂળ શ્વાસ હરનાર.
તૂરો પણ સ્વાદિષ્ટ એ, ચર્મરોગ હરનાર,
ખંતે સેવો વીરનર, દીર્ઘાયુ કરનાર !
LikeLike