આજે વૈશાખ સુદ છઠ
આજનો સુવિચાર :- ભોજનમાં ભક્તિ ભળે ત્યારે પ્રસાદી બને
શબ્દોમાં ભક્તિ ભળે ત્યારે પ્રાર્થના બને.
હેલ્થ ટીપ:- મૂત્રવરોધની તકલીફ દૂર કરવા પાણી સાથે લવિંગનો ભૂક્કો ખાવાથી ફાયદો થાય છે.
મિજાજ શાયરાના – મુકેશ જોષી
1] બસ એ જે સંબંધો સાચા,
જેની પાસે સ્વયં ખૂલતી હોય વાચા….
2] જાત નથી દેખાતી સરખી જગ દેખાતું ઝાંખું,
મને થાય છે ચશ્માં કાઢી તમને પહેરી રાખું,
3] હાથ જોડાતા પરંતુ માગવામાં
પ્રાર્થનાને આ હદે મેલી મેલી કરો છો?
4] હરિ હવે હું થાક્યો છું,
કાંટો પાકે પગમાં જેવો,
એવો હું પણ પાક્યો છું.
5] જે રીતે તમે રેતી ભેગી કરો છો,
થાય છે રણની તમે ખેતી કરો છો.
6] પ્રેમમાં ક્યાં જાણકારી જોઈએ,
બસ હૃદય વચ્ચે કટારી જોઈએ,
આપણા ઘરમાં જ હો ચાલે નહીં
એમના ઘરમાંય બારી જોઈએ.
7] કોઈ કોઈને પૂછે: તું હિન્દુ કે મુસ્લિમ કોમનો,
હવે બધાએ ભળી જવાનું હવે જમાનો ડોટ કોમનો….
8] ઘણીવાર ‘માઁ’ની આંખોમાં એના પગલાં પડતાં રે,
‘માઁ’ના હાથ અડેને ત્યારે એ પણ હળવે અડતા રે…
— સૌજન્ય – જન્મભૂમિ
ૐ નમઃ શિવાય
Khub saras !!
I like first one shayri
Keep it up & best luck for future !!
I have same blog on Gujarati Shayri http://gujaratishayri.wordpress.com
I hope you will enjoy on this blog !!
Thanks,
amit
LikeLike
Very nice !
I like first one shayri but all are really touchable.
I have also same category blog on Gujararti Shayri http://gujaratishayri.wordpress.com
I hope u will also enjoy on my blog..
Regards,
Amit Panchal
LikeLike
Very nice.
] બસ એ જે સંબંધો સાચા,
જેની પાસે સ્વયં ખૂલતી હોય વા….
LikeLike