પ્રાણી જગતનું સત્ય

                         આજે જેઠ સુદ ત્રીજ [મહારાણા પ્રતાપ જયંતી]

આજનો સુવિચાર:-સામા પક્ષને ન્યાય કરવાથી આપણને ન્યાય વહેલો મળે છે. ……..ગાંધીજી

હેલ્થ ટીપ:-લીંબુ ચૂસવાથીહેડકી આવતી બંધ થઈ જાય છે. 

 

                                  પ્રાણી જગતનું સત્ય
* એક ઘોડામાં સાત માણસ જેટલી શક્તિ હોય છે.

* કૂતરાનું આયુષ્ય 20 વર્ષનું હોય છે.

* કાંગારુને ખોરાક ચાવીચાવીને ખાતા લગભગ ચાર કલાક લાગે છે.

* ગોકળ ગાય ત્રણ ચાર વર્ષ સુધી ઊંઘી શકે છે.

* બકરીઓની પગની ખરીમાં આવેલી ગાદી જમીન સાથે વૅક્યુમ ઊભું કરી ચોંટી જાય છે. આથી તેઊભા પર્વત ચઢી શકે છે.

* નર ઘોડાને 40 દાંત હોય છે. દાંત પરથી તેની ઉંમરની અટકળ થાય છે.

* હાથી રોજ બસ્સો કિલો ખોરાક અને બસ્સો લિટર પાણી પીએ છે.

* માખીની દરેક આંખમાં ચાર હજાર નાના લૅંસ હોય છે.

* સસલાના આગલા પગ કરતા પાછલા પગ વધુ લાંબા હોય છે.

* કાનડિયા તેમના જીવનનો ઘણો ખરો સમય હવામાં ઊડીને જ પસાર કરે છે. તેઓ ઊડતાં ઊડતાં જ શિકાર કરવાનું અને ખોરાક મેળવવાનું કામ કરે છે.

* ડબલ ડેકર બસ કરતાં જિરાફદોઢ મીટર વધુ ઊચું હોય છે, પણ એની ગરદનમાં માત્ર સાત હાડકાં હોય છે અને સ્વરતંતુ નબળા હોવાથી એનો કંઠ કામણ ગારો નથી.

* એક ઉંદરની જોડી એક વર્ષમાં બે હજાર જેટલાં બચ્ચાઓ જણી શકે છે.

* કેટલા કાચબાનું આયુષ્ય 150 વર્ષનું હોય છે. ગાલાપેગાસ નામના ટાપુઓ પર 230 કિલો વજનના વિરાટ કાચબા જોવા મળે છે.

                                    ૐ નમઃ શિવાય

3 comments on “પ્રાણી જગતનું સત્ય

  1. મહારાણા પ્રતાપ જયંતીને શીર્ષકમાં મૂકી અભિનંદનીય કાર્ય કર્યું. નીલાબહેન ! તે બહાને મારા-તમારા જેવા પાંચ-સાત પણ હૃદયથી તે દેશભક્તને સ્મરશે, વંદન કરશે.
    ક્ષુદ્ર નેતાઓને ફોટા-વિડીયોથી સસ્તી પ્રસિદ્ધિ આપતા મિડીયા પાસેથી આપણે કોઇ જ અપેક્ષા રાખી શકીએ તેમ નથી.
    ….. હરીશ દવે અમદાવાદ

    Like

Leave a comment