ત્રિપુટી [વિવિધ દિવ્ય સંપત્તિ]

આજે ચૈત્ર વદ આઠમ

 

આજનો સુવિચાર:- કષ્ટ સહન કરવાની શક્તિ કામ કરવાની શક્તિ કરતાં અનેકગણી શ્રેષ્ઠ છે. પ્રણવાનંદજી

 

ત્રિપુટી [વિવિધ દિવ્ય સંપત્તિ]

 

*   ત્રિપુટી – વળગી રહેવા યોગ્ય
     વિશ્વાસ, ઐક્ય અને બલિદાન !

*   ત્રિપુટી – વખાણવા યોગ્ય
     નિખાલસતા, પ્રમાણિકતા અને હૃદયની વિશાળતા !

*   ત્રિપુટી – ત્યજવા યોગ્ય
      પરનિંદા, જૂઠ અને વક્તા !

*   ત્રિપુટી – કાબુમાં રાખવા યોગ્ય
     જીભ, મિજાજ અને મનની ચંચળતા !

*   ત્રિપુટી – કેળવવા યોગ્ય
     વિશ્વપ્રેમ, ક્ષમા અને ધૈર્ય !

*   ત્રિપુટી – ધીક્કારવા યોગ્ય
      કામ, ક્રોધ અને મદ !

*   ત્રિપુટી – ચાહવા યોગ્ય
    મુમુક્ષુત્વ, સત્સંગ અને નિષ્કામ સેવા !

*   ત્રિપુટી – ત્યાગવા યોગ્ય
      કુસંગ, તૃષ્ણા અને ફ્લાસક્તિ !

*   ત્રિપુટી – વર્જ્ય ગણવા યોગ્ય
     અતિલોભ, ક્રૂરતા અને સંકુચિત માનસ !

*   ત્રિપુટી – સમંવય કરવા યોગ્ય
     કર્મયોગ, ભક્તિયોગ અને જ્ઞાનયોગ

                            — સંકલિત

                                ૐ નમઃ શિવાય

 

ત્રાહિમામ્

                            આજે ચૈત્ર વદ ચોથ [સંકષ્ટી ચતુર્થી]

આજનો સુવિચાર:- સુરાનો નશો કલાકો સુધી નુકશાન કરે છે પરંતુ સંપત્તિનો નશો જિંદગી સુધી નુકશાન કરે છે.

[દુબઈ સ્થિત શ્રીમતી બિજલબેન દેસાઈએ આ લેખ મોકલ્યા બદલ આભાર.]

                      શિક્ષણ

જીવતા બાપને ‘ડેડ’ કહે અને બા ઇજિપ્તની ‘મમી’
સાચ્ચું કહું છું ‘બૉસ’ આપણને વાત જરાય ના ગમી.

પા પા કહીને અડધો કરે ને મોમની બનાવે મીણબત્તી,
સવારમાં તો ફ્રેંડશિપ કરે, ને સાંજ પડતામાં કટ્ટી.

ઘર સ્કૂલમાં ફેરવાયાં સ્કૂલોમાં ઓપન હાઉસ,
ટીચરો સહુ ચર્ચા કરે છે, જેમ બિલ્લી ને માઉસ.

દેશના ભાગાકાર કરીને માગે સહુ ડોનેશન(દો-નેશન).
કૉલેજમાં તો જલસા યારો, કોચિંગ ક્લાસમાં ફેશન.

શિક્ષણ કે SICK ક્ષણ છે, સંસ્કૃતિનું કેવું મરણ છે?
એકલવ્યનો અકાળ પડ્યો છે, દ્રોણનુંય ક્યાં શરણ છે?

ક્યાં સુધી આ જોયા કરવું, ક્યાં સુધી ચાલશે આમ?
મા સરસ્વતી ! ત્રાહિમામ્ !ત્રાહિમામ્ !ત્રાહિમામ.

                          
                                   ૐ નમઃ શિવાય

વીણેલાં મોતી

આજે ચૈત્ર વદ ત્રીજ 

આજનો સુવિચાર:- લક્ષ્મી અતિગુણવાન પાસે રહેતી નથી તેમ અતિશય ગુણહીનની       પાસે પણ રહેતી નથી.  – વિદૂરનીતિ

                                      વીણેલાં મોતી

                                   મંગલ મંદિર ખોલો

જે જીવિત મનુષ્ય છે તેનું લક્ષણ એ છે કે તે રોજ તાજો રહેશે. ઉપનિષદમાં કહ્યું છે-

અન્યત નવતરં કલ્યાણ તરે રૂપમ

કાલથી આજ વધુ નવીન અને કલ્યાણકારી રૂપ મળવું જોઈએ. બાઈબલમાં કહ્યું છે કે, ‘Put on the new man’ નવો મનુષ્ય પહેરી લો ! પરંતુ આપણે તે ઓળખતા નથી. એટલે નથીઆપણે નવા બનતા કે ન આપણી આસપાસના સાથીદારો નવા બની રહ્યા છે તે માનતા. જૂના રાગદ્વેશ, પૂર્વગ્રહ વગેરે કાયમ રાખીએ છીએ. આપણે એ બધું છોડવું જોઈએ ને ઓળખવું જોઈએ કે ઈશ્વર અત્યંત વેગથી કામ કરી રહ્યો છે ને આપણા સૌમાં પરિવર્તન લાવી રહ્યો છે. પ્રત્યેક પ્રભાતે સૃષ્ટિ નવું રૂપ ધારણ કરે છે. મનુષ્યે પણ હંમેશા તાજા બનવું જોઈએ.

                                                          — વિનોબા ભાવે

                                               રોજનીશીના ઊઘડતાં દ્વારે

 
            ”જ્યારે મેં સાધનાના હેતુથી પ્રયાસ કરવાનું શરૂં કર્યું, ત્યારે વહેલી સવારે ઊઠીને હું સંકલ્પ કરતો કે આજના મંગલ પ્રભાતે હું એક શુભ સંકલ્પ કરું છું. દિવસ આખો તે સંકલ્પ મુજબ સાધનામાં લાગી જતો. સાંજ વેળાએ તેને ભગવત્ચરણોમાં સમર્પિત કરી  દઈ રાત્રે સૂવાને માટે જાઉં છું’ એ ભાવથી સૂઈ જતો. આ અભ્યાસ આજે પણ એવો જ ચાલુ છે. એક સંકલ્પ, બે – સાધના . ત્રણ – સમર્પણ ને ચાર – સમાધિ – આ દિવસભરનો, ચોવીસ કલાકનો મારો કાર્યક્રમ રહ્યો છે.”     

                                                                       — વિનોબા ભાવે 

સૌજન્ય:- પ્રેમમૂર્તિ શશીભાઈ

લેખક:- શ્રી ભગેશભાઈ કડકિયા

                                                            ૐ નમઃ શિવાય

આત્મસુખ

                                             આજે ચૈત્ર વદ એકમ

આજનો સુવિચાર:- જેમને આંતરિક શાંતિ પ્રાપ્ત થઈ ગઈ હોય તેને આખું વિશ્વ શાંતિમય પ્રતીત થાય છે.                                                        –યોગવશિષ્ઠ

 

                                                  આત્મસુખ

         એક વાડીની અંદર એક આંબો અને એક આસોપાલવનું ઝાડ બાજુબાજુમાં હતાં. સમય અને ઋતુઓના આવન-જાવન સાથે ગ્રીષ્મ ઋતુમાં આંબાના ઝાડમાં કેરીનો પાક શરૂ થાય ત્યારે બાળકો આંબાના ઝાડને ઈંટોના ઢેખારા તેમ જ નાના પથ્થરો મારી મારીને કેરીઓ તોડવાનું શરૂ કરી દેતા હતાં. છોકરાઓ જ્યારે આંબાને મારતા ત્યારે આસોપાલવના ઝાડને મઝા પડતી. આંબાનું વૃક્ષ માર ખાય ત્યારે પોતાને ખૂબ નસીબદાર માનતું અને આંબા માટે દયા આવતી.

       એક દિવસ તેણે આંબાને કહ્યું,’જ્યારે જુઓ ત્યારે કોઈ ને કોઈ તમને પથ્થર મારીને કેરી તોડતું જ રહે છે, ત્યારે તમને બહુ જ પીડા થતી હશે.’ એનાં કરતાં કેરી ઊગતી ન હોય તો કેવું સારૂં ? આ વાત સાંભળીને આંબાના વૃક્ષે કહ્યું,’ એવું ન કહે, મારી ડાળીઓ પર કેરી ઊગે છે એનાંથી મને બહુ ખુશી થાય છે. આ જ કેરીને કારણે તો બાળકો તેના ઊગવાની રાહ જુએ છે અને ઊગે ત્યારે મારી પાસે આવે છે, તેનાથી મને બહુ ખુશી થાય છે.’

           આસોપાલવ કહે,’ પણ એમાં તને શો ફાયદો? કાયમ માર ખાતો રહે છે. મને તો કોઈ એક કાંકરી પણ મારે નહીં. તારા કરતાં હું ક્યાંય વધુ ખુશ છું. એ સાંભળી આંબાએ કહ્યું,’ તારી ડાળી પર કોઈ ફળ ઊગતા નથી એટલે તને એનો આનંદ નહીં સમજાય.’ જેની પાસે કંઈક હોય એ જ બીજાને આપી શકે અને એજ તેનો ધર્મ છે. કંઈક આપવાથી આત્મસુખ મળે છે અને જો તમે આનંદથી આપતા હો તો તેમાં કોઈ પ્રકારની પીડા કે દુઃખ થતાં નથી.’ આ વાતનો જવાબ આસોપાલવ પાસે નહોતો અને તેથી તેણે આંબાને ધન્યવાદ આપ્યા.

          આપણી પાસે ભગવાને જે કંઈ પણ આપ્યું હોય તેમાંથી બીજાને તેની જરૂર મુજબ આપવાથી આપણને આનંદ મળે છે અને સાથે સાથે આત્મસુખ પણ મળે.

                                                                                                                     — સંકલિત

                                               ૐ નમઃ શિવાય

પ્રાર્થના

                                      આજે ચૈત્ર સુદ ચૌદસ

આજનો સુવિચાર:- ઉપકાર કરવો એ મિત્રનું લક્ષણ છે, અપકાર કરવો એ શત્રુનું લક્ષણ છે.                                                                           — વાલ્મિકી રામાયણ

વિનંતિ:- ઉનાળો ચલુ થયો છે તો મૂંગા પક્ષીઓ માટે બને તો પોતાની બાલ્કનીમાં કાંતો બારીમાં થોડા ચણ અને વાડકામાં પાણી મૂકશો. મૂંગા આશીર્વાદ મળશે.

 

પ્રાર્થના

પ્રાર્થના એટલે ઈશ્વર સાથેનો વાર્તાલાપ કરવાનો વાયરલેસ વ્યહવાર.

પ્રાર્થના એટલે ઈશ્વરને પોતાનો બનાવવાનો વશીકરણ મંત્ર.

પ્રાર્થના એટલે આત્માને પરમાત્મા બનાવનાર ઊંચું રસાયણ.

પ્રાર્થના એટલે સંસારરૂપી સમુદ્રમાં ડૂબી રહેલા જીવોને બચાવનાર અનુપમ નાવ.

પ્રાર્થના એટલે મોક્ષની નિસરણી.

પ્રાર્થના એટલે કામશત્રુ પર વિજય મેળવવાનું અમોઘ શસ્ત્ર.

પ્રાર્થના એટલે આધિ-વ્યાધિ ઉપાધિના ઘેરા વાદળને વિખેરનાર.

                                                           — સંકલિત

                                               ૐ નમઃ શિવાય

જાણવા જેવું

                                  આજે ચૈત્ર સુદ એકાદશી

આજનો સુવિચાર:-જરૂરતમંદની સેવા એ પ્રભુની શ્રેષ્ઠ પૂજા. –સંત રામબાપા

                                          જાણવા જેવું

* પક્ષીઓનાં બચ્ચાં પોતાના વજન કરતાં વધારે ખાય છે, જ્યારે મોટાં પંખીઓ પોતાના વજન કરતાં અડધો ખોરાક ખાય છે.

* કૂતરાં રંગ પારખી નથી શકતાં અને ‘શોર્ટ સાઈટેડ હોય છે. તેમને દૂરનું દેખાતું નથી.

* મગરની આંખની બન્ને બાજુ આંસુની નળી હોય છે. જ્યારે તે ખાવા માટે જડબું ખોલે છે ત્યારે એની આંખમાંથી આંસુ બહાર આવે છે. એણે શિકાર કર્યો હોય તેના પશ્ચાતાપરૂપે આ આંસુ નથી આવતાં. એટલે જ બનાવટ કે ઢોંગી આશ્વાસન કે શોક માટે ‘મગરનાં આંસુ’ રૂઢિપ્રયોગ વપરાય છે.

* જીવજંતુઓમાં મચ્છર સૌથી મજબૂત છે. તે ઠંડા પ્રદેશો તેમજ વિષુવવૃતનાં ગરમ જંગલોમાં પણ સહેલાઈથી રહી શકે છે.

* કેટલાક જીવજંતુ વાળથી સાંભળે છે. મચ્છરોના એંટેના પર હજારો નાના વાળ હોય છે જેનાથી તે સાંભળે છે. એ રીતે વાંદો તેના પેટ આવેલા વાળથી, જે અવાજનો સંદેશતેના મગજ સુધી પહોંચાડે છે, સાંભળે છે. જ્યારે કેટરપીલર [ઈયળ] આખા શરીરથી સાંભળે છે. કેટરપીલરના આખા શરીર પર આવેલા છે જે કાનની ગરજ સારે છે.

* લીલા રંગનો તીતીઘોડો સુપરસોનિક શ્રવણ શક્તિ ધરાવે છે. તે ધ્વનિની ગતિ કરતાં પણ વધુ ગતિવાળો અવાજ ક્ષમતા ધરાવે છે. દર સેકંડે 45,000 કંપનવાળો ધ્વનિ સાંભળી શકે છે.

* અજગર પોતાના શિકારને માથા તરફથી ગળવાની શરૂઆત કરે છે.

* ગ્રે વ્હેલ પૅસિફિક મહાસાગરમાં રહે છે અને તે પોતાનો શિકાર શોધવા 20,000 કિ.મી.નું અંતર કાપે છે.

* લાયર બર્ડ નિલગિરિના ઝાડ પર ઘુમ્મટ આકારનો માળો બાંધે છે.

* કોયલનો ટહુકો નારીનો નથી હોતો નરનો હોય છે જે માદા કોયલને પ્રેમ કરવા આમંત્રણ આપતો ટહુકો કરે છે.

* દીપડો પોતાના શિકારને સકંજામાં લેવા માટે તેના પર બહુ ધૂળ ઉડાડે છે. એને કારણે શિકારનો ભોગ બનતું પ્રાણી કશું જોઈ શકતું નથી.

* વિશિષ્ટ પ્રકારની શરીરિક રચના ધરાવતો એક કીડો સમુદ્રના તળિયે રહે છે. તેનો દેખાવ મોરનાં પીંછા જેવો છે, તેનું અંગ્રેજી નામ PEACOCK WORM છે. પોતાનો ખોરાક મેળવવા મોરના રંગીન પીંછા જેવી પોતાની પાંખ ફેલાવે છે.

* દક્ષિણ યુરોપમાં લગભગ 5760 કિ.મી. જેટલા લાંબા વિસ્તારમાં કીડીઓની વિશાળ વસ્તી છે. ઈટાલીથી સ્પેન સુધી ફેલાયેલી આ વસ્તીમાં અબજોની સંખ્યામાં કીડીઓ લાખો દરમાં રહે છે. પણ તેઓ ક્યારેય ઝગડતી નથી.

છે ને જાણવા જેવી વાત??????

                                                                                     — સંકલિત

                                      ૐ નમઃ શિવાય

ગાયત્રી મંત્ર

                       આજે ચૈત્ર સુદ આઠમ [માતાજીનો હવન]

આજનો સુવિચાર:- કોઈપણ ચીજ સારી અથવા ખરાબ નથી, વિચાર જ તેને સારી કે ખરાબ બનાવે છે.   — શેક્સપિયર

ગાયત્રી મંત્ર

ૐ ભૂભુર્વસ્વઃ તસ્ય વિતુવર્ણ્યમ્
ભર્ગો દેવસ્ય ધિમહી ધીયો યોનઃ પ્રચોદયાત

 તુને હમેં ઉત્પન્ન કિયા પાવન કર રહા હૈ તુ
તુજસે હી પાતે જ્ઞાન હમ, દુઃખિયોંકે કષ્ટ હરતા તુ
                                                  — ૐ ભૂભુર્વસ્વઃ

તેરા મહાન તેજ હૈ છાયા હુઆ સભી સ્થાન તું
સૃષ્ટિકી વસ્તુ વસ્તુમેં તુ હો રહા હૈ વિદ્યમા
                                            — ૐ ભૂભુર્વસ્વઃ

તુજસે હી પાતે પ્રાણ હમ માંગતે તેરી હી દયા
ઈશ્વર હમારી બુદ્ધિકો શ્રેષ્ઠ માર્ગ પર તું ચલા
                                             — ૐ ભૂભુવર્વસ્વઃ

જય માતાજી

જરા હટકે [મલાયમ જોક્સ]

                                       આજે ચૈત્ર સુદ ચોથ

આજનો સુવિચાર:- તમે ક્યાંથી આરંભ કરો છો એના કરતાં કેવી રીતે અને શું શીખો છો તે મહત્વનું છે.                                — એન. આર. નારાયણમૂર્તિ

[દુબાઇ સ્થિત શ્રીમતી બીજલ દેસાઈ આ હાસ્યથી ભરપૂર લેખ મોકલાવ્યા બદલ મેઘધનુષ આભારી છે.]

Mallu’s Jokes

1) What is the tax on a Mallu’s income called?

IngumDax

2) Where did the Malayali study?

In the ko-liage.

3) Why did the Malayali not go to ko-liage today?

He is very bissi.

4) Why did the Malayali buy an air-ticket?

To go to Thuubai, zimbly to meet his ungle in
Gelff.

5) Why do Malayalis go to the Gelff?

To yearn meney.

6) What did the Malayali do when the plane caught
fire?

He zimbly jembd out of the vindow.

7) How does a Malayali spell moon?

MOON – Yem Woh Woh and Yen

8) What is Malayali management graduate called?

Yem Bee Yae.

9) What does a Malayali do when he goes to America ?

He changes his name from Karunakaran to Kevin Curren.

10) What does a Malayali use to commute to office
everyday?

An Oto

11) Where does he pray?

In a Temble, Charch and a Maask

12 Who is Bruce Lee’s best friend ?

A Malaya-Lee of coarse.

13) Name the only part of the werld, where Malayalis dont werk hard?

Kerala.

14) Why is industrial productivity so low in Kerala?

Because 86% of the shift time is spent on lifting, folding and re-tying the lungi

15) Why did Saddam Hussain attackKuwait?

He had a Mallu baby-sitter, who always used to say
‘KEEP QUWAIT’ ‘KEEP QUWAIT’

16) What is the Latest Malayali Punch Line?

” Frem Tea Shops To Koll Cenders , We Are Yevery Where ”

17) Why aren’t Mals included in hockey and football
teams ?

Coz Whenever they get a corner , they set up a tea shop.

18) Now pass it on to 5 Mallus to get a free sample of
kokanet oil.

19) Pass it on 10 Mallus to get a free pack of Benana
Chibbs.

20) Pass it on to 15 Maluls to get a set of BROGUN
bones….

Enjoy Laughing.

કિચન ટીપ્સ

                                     આજે ફાગણ વદ નોમ

આજનો સુવિચાર:- જે કર્મમાંથી વધુ ને વધુ લોકોને આનંદ મળે છે તે કર્મ જ શ્રેષ્ઠ છે.
                                                                               — ફ્રાંસિસ હચિસન

                                               કિચન ટીપ્સ

* બટાટાની સૂકી ભાજી અથવા રસાવાળા શાકમાં એલચો નાખવાથી વધુ સ્વાદિષ્ટ બનશે.

* એક બાટલીમાં પાણી ભરી તેમાં આદુ મૂકી તેને ફ્રીજમાં મૂકવાથી તે લાંબો સમય સુધી સારું રહેશે.

• કૉફીમાં આદુ એલચી નાખવાથી કૉફી વધુ સ્વાદિષ્ટ લાગશે. [જોકે મને આવી કૉફી નથી ભાવતી]

• ભજિયાને વધુ ક્રીસ્પી બનાવવા તેનાં ખીરામાં એક ચમચો ચોખાનો લોટ અને એક ચમચો ગરમ તેલ નાખો.

• ટામેટા જેવા ખાટા શાકનો સૂપ બનાવતી વખતે તેમાં દૂધ કે મલાઈ નાખવી નહી.

• દૂધને ગરમ કરતી વખતે તપેલીમાં પહેલાં થોડું પાણી નાખી રીંઝ કરો ત્યાર બાદ તે તપેલીમાં દૂધ મૂકી ગરમ કરો અને તેમાં સ્ટીલનો ચમચો રાખી હલાવવાથી દૂધ તપેલીમાં ચોંટશે નહીં.

• વધેલા રોટલીના લોટને ફ્રીજમાં મૂકતાં પહેલાં તેની ઉપર ઘી કે તેલનો હાથ ફેરવવાથી લોટ સૂકાઈને કઠણ નહી બની જાય કે કાળો નહી પડે.

• સલાડ કે સૂપને ચીઝ પટ્ટીથી સજાવવા માટે તેને પોટેટો પીલરથી છોલો.

• સૂપ કે સૉસ વધુ ઘટ્ટ બની જાય તો તેમાં આઈસ ક્યુબ મૂકી દો.

• સૂપ સર્વ કરતાં પહેલાં તેની ઉપર ચીઝ અને સમારેલી કોથમીર ભભરાવવાથી વધારે સ્વાદિષ્ટ લાગશે.

• ખમણ બનાવતી વખતે તેમાં સાઈટ્રિક એસિડ [લીંબુનાં ફૂલ] અને ખાવાનાં સોડા પાણીમાં ભેળવીને નાખવાથી ખમણ વધુ પોચા બનશે.

• મેંદાની કચોરી, સમોસા કે ફરસી પૂરી બનાવવા દહીં અને ગરમ ઘીથી લોટ બાંધો.

• શાકમાં મરચું વધારે પડી ગયું હોય તો તેમાં થોડો ટામેટાંનો સૉસ કે દહીં ભેળવવાથી તીખાશ ઓછી થઈ જશે.

                                                                                       — સંકલિત

                                              ૐ નમઃ શિવાય

ત્વચાના કુદરતી ઉપચાર

                                           આજે ફાગણ વદ છઠ

 

આજનો સુવિચાર:-જેવી રીતે મહેનત કરવાથી શરીર મજ્બૂત થાય છે, તેવી રીતે મુશ્કેલીઓ સામે ઝઝૂમવાથી મસ્તિક સુદૃઢ બને છે. – સેનેકા

                        ત્વચાના કુદરતી ઉપચાર

આપણી સમક્ષ કુદરતે એટલી બધી ભેટ મૂકી છે પણ આપણે તેને ઓળખી નથી શકતા અને તેનો યોગ્ય ઉપયોગ નથી કરી શકતા. ચાલો તો આપણે થોડુંક એ વિષે જાણીએ.

એલોવેરા [કુંવારપાઠુ]:- ત્વચાનો ભેજ ટકાવી રાખે છે અને ત્વચાને મુલાયમ બનાવે છે. જખમને ઝડપથી રૂઝવે છે અને ત્વચાનું સૂર્યપ્રકાશથી રક્ષણ આપે છે.

બદામ:- બદામનું તેલ વાળને મુલાયમ અને ચમકીલા બનાવે છે.

યોગર્ટ [મોળું દહીં]:- દરરોજ એક કપ યોગર્ટ લેવાથી ત્વચાને સૂર્ય પ્રકાશથી રક્ષણ મળે છે. ખીલ પર પણ રાહત રહેશે. દૂધ:- દૂધના ઘટકો ત્વચાને કુદરતી રીતે સાફસુથરી રાખવામાં મદદ કરે છે.

મધ:- મધનાં કુદરતી ઘટકો ત્વચાનું રક્ષણ પૂરું પાડે છે તેમ જ મોઈસ્ચરાઈઝરની ગરજ સારે છે.

લીંબુ:- લીંબુ કુદરતી બ્લીચીંગનું કામ કરે છે અને માથાનો ખોડો દૂર કરવામાં મદદ કરે છે.

પપૈયુ:- ઓછી કૅલેરી ધરાવતું આ ફળ તંદુરસ્તી માટે ટોનિક સમાન છે. કાચા પપૈયાનો માવો ચહેરા પર 10થી 15 મિનિટ સુધી રહેવા દેવાથી ત્વચા તાજી અને મુલાયમ થઈ જશે.

સંતરા:- સંતરા તૈલી ત્વચા માટે મોઈસ્ચરાઈઝરનું કામ કરે છે.

ટામેટાં:-ટામેટાં ત્વચા પરનાં છિદ્રો ખોલવામાં મદદ કરે છે અને કાળા ધબ્બા દૂર કરવામાં મદદ કરે છે. ટામેટાંના એક ટુકડાને ત્વચા પર 15 મિનિટ સુધી ધીરેથી રગદોળવાથી ત્વચાના છિદ્રો ખૂલી જશે.

કાકડી:- કાકડીમાં ઠંડક આપવાના ગુણ છે તેમજ ત્વચાને નિખારે છે.

ઘઉંના જ્વારા:- ઘઉંના જ્વરા શક્તિ આપે છે અને થાકને દૂર કરે છે. તેનો રસ પાચનશક્તિ સુધારે છે.

હળદર:- ત્વચા ઉપરના કાળા ધબ્બા દૂર કરે છે અને ધબ્બા થતાં અટકાવે છે.

ગુલાબ:- ગુલાબજળ અને ગુલાબતેલના ઉપયોગથી ત્વચા મુલાયમ અને સ્થિતિસ્થાક રહે છે.

ફુદીનો:- ફુદીનાનો ઉપયોગ શરીરને હળવું અને તાજુમાજુ રાખે છે. ફુદીનાના પાંદડાને વાટીને તેનો રસ આંખોની આસપાસ લગાડવાથી આંખોની નીચેના કાળા ધબ્બા દૂર થાય છે.

લીલી ચા:- લીલી ચા એસિડીટી દૂર કરે છે અને તે પીવાથી તાજગી પણ આપે છે.

બટાટા:- બટાટામાં રહેલા ક્લોરોફિલ દાઝવાથી થયેલા ડાઘ દૂર કરે છે અને કાળા ધાબા દૂર કરે છે.

સ્ટ્રોબેરીઝ:- ત્વચાને મુલાયમ રાખે છે અને તેનો માવો સ્ક્રબર તરીકે વાપરી શકાય છે.

નાળિયેર:- વાળના વિકાસમાં મદદ કરે છે અને થાઈરોઈડ ગ્રંથિની કાર્યવાહીનું નિયમન કરે છે.

                                                                                    — સંકલિત

                             ૐ નમઃ શિવાય