શિવલિંગ પ્રાગટ્ય

                                  આજે શ્રાવણ સુદ છઠ   

          આજે આપણે મેઘધનુષ નો નારંગી રંગ મ્હાલીયે.આજનો દિવસ રાંધણ છઠ્ઠ તરીકે ઓળખાય છે.આ શિવપ્રિય શ્રાવણ મહિનાનો શિવપ્રિય શિવસ્વરૂપ પ્રથમ સોમવાર છે તો આપણે દેવાધિદેવ મહાદેવ નું ચિંતન કરીશું. શિવલિંગ ના પ્રાગટ્ય વિષે થોડી વાતો કરશું. 

                    ૐકારં બિંદુ સંયુક્તમ નિત્યં ધ્યાયંતિ યોગીનઃ
                         કામદં મોક્ષદંચૈવ ૐકારાય નમોનમઃ

           શિવ નો અર્થ કલ્યાણ શુભ થાય છે. અગ્નિની ત્રણ અવસ્થાઓ છે. અગ્નિ, વાયુ અને આદિત્ય છે. વાયુ પ્રાણદાયક, શાંતિદાયક અને સંયોજક હોવાથી તે શિવ કહેવાય છે. તેથી જ શિવને કલ્યાણકારી, સુખકારી અને મોક્ષદાતા કહેવાય છે. ઈ.સ. પૂર્વે 600 પહેલાં શિવ અને રૂદ્ર ને એકરૂપ બનાવી વેદમંત્રોથી પૂજા કરાઈ. ત્યારબાદ પૌરાણિક કથાઓમાં શિવલિંગ નાં પ્રાગટ્ય વિષે કથાઓ ઉમેરાતી ગઈ.

         શિવપુરાણ અનુસાર શેષશાયી વિષ્ણુની નાભીમાંથી કમળ ઉત્પન્ન થયુ અને એ કમળમાંથી બ્રહ્માજીની ઉત્પત્તિ થઈ. વિષ્ણુએ બ્રહ્માજીને સૃષ્ટિ રચાવા કહ્યુ અને બ્રહ્માજીને ક્રોધ આવ્યો અને નિર્માતા કોણ ? વિષે વાદવિવાદ ઊભો થયો. સંગ્રામ પણ ઊભો થયો અને સૃષ્ટિની ઉત્પત્તિનો વિલંબ થયો.. શાંતિ માટે એક  જ્યોર્તિલિંગ પ્રાગટ્ય થયું જેને બ્રહ્માએ અને વિષ્ણુએ આદિ મધ્ય અંત રહિત માનવા લાગ્યા.     

          લિંગપુરાણ અનુસાર પરમેશ્વર કોણ ? આ બાબત બ્રહ્મા અને વિષ્ણુ વચ્ચે વાદ વિવાદ ઊભો થયો.. અને અંતે કલહમાં પરિણામ્યો.. આ સમયે બન્ને વચ્ચે જયોર્તિમય સ્તંભ ઉભો થયો.. તે જોઈ બન્નેએ નક્કી કર્યું કે જે કોઈ આ લિંગના અંતિમ ભાગને સ્પર્શ કરે તે પરમેશ્વર . આમ બ્રહ્માએ હંસનું સ્વરૂપ ધારણ કરી ઉપરનો છેડો શોધવા ઉડ્યા અને વિષ્ણુ વારાહનું રૂપ ધારણ કરી અંતનો ભાગ શોધવા નીચે દોડ્યાં . આમ હજારો વર્ષો સુધી બંન્ને દોડતાં રહ્યાં પણ જ્યારે નિષ્ફળતા મળી ત્યારે થાકીને વિચારવા લાગ્યા કે આ શું છે ? કે જેનો આદિ કે અંત જ નથી ? તે જ વખતે ૐકારનો ધ્વનિ સંભળાયો અને તેમાં શિવજી ના દર્શન થયા . અને બન્નેને સમાધાન મળી ગયું કે શિવજી જ પરમેશ્વર છે. અને પ્રગટ થયેલો જ્યોતી સ્તંભ તે શિવલિંગ છે.   આમ જુદા જુદા પુરાણોમાં શિવલિંગ ના પ્રાગટ્ય વિષે જુદી જુદી કથાઓ કથાઓ છે.  

                                           ૐ લિંગાષ્ટકમ           

                          બ્રહ્મામુરારિસુરાર્ચિતલિંગં, નિર્મલ ભાશિત શોભિત લિંગં   
                         જન્મજદુઃખ વિનાશક લિંગં, તત્પ્રણમામિ સદાશિવ લિંગં
             

                        દેવમુનિ પ્રવરાર્ચિત લિંગં, કામદહં કરુણાકર લિંગં              
                        રાવણ દર્પ વિનાશન લિંગં તત્પ્રણમામિ સદાશિવ લિંગં
             

                        સર્વ સુગંધિસપલેપિત લિંગં બુદ્ધિવિવર્ધન કારણલિંગં               
                        સિદ્ધ સુરાસુર વંદિત લિંગં તત્પ્રણમામિ સદાશિવ લિંગં 
          

                        કનક મહામણિ ભૂષિત લિંગં, ફણિપતિ વેષ્ટિત શોભિત લિંગં           
                        દક્ષસુ યજ્ઞ વાનાશન લિંગં તત્પ્રણમામિ સદાશિવ લિંગં 
         

                     
                         કુમકુમ ચંદન લેપિત લિંગં, પંકજ હાર સુશોભિત લિંગં
           
                         સંચિત પાપ વિનાશન લિંગં તત્પ્રણમામિ સદશિવલિંગં
             

                        દેવગણાર્ચિત સેવિત લિંગં, ભાવૈભક્તિભિરેવ ચ લિંગં         
                        દિનકર કોટિ પ્રભાકર લિંગં તત્પ્રણમામિ સદાશિવ લિંગં
                            

                                           ૐ નમઃ શિવાય                                             

2 comments on “શિવલિંગ પ્રાગટ્ય

  1. બહેનશ્રી નીલાબહેન ! એક વાત તમને કહેવા જેવી છે.
    તમારી ધર્મ પ્રત્યેની ભાવના ખૂબ જ પ્રશંસનીય છે.
    સાથે જ તમે અભ્યાસયુક્ત છો.તમારી પાસેથી સાચે જ
    મને ઘણું જાણવાનું મળશે એમાં સંદેહ જરાપણ નથી.

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s