બાળકો અને સંગીત

            આજે મહા સુદ છઠ્ઠ

આજનો સુવિચાર:- સમાજનો પાયો આધળી દોટ, કે આંધળા અનુકરણ પર નહિ પણ ઊંડી સમજ, ઉદાર વલણ અને અનોખા તપ અને ત્યાગ ભાવનાની ઉપર અવલંબે છે.

હેલ્થ ટીપ્સ:- તેલ માલિશથી મેદસ્વી વ્યક્તિનો મેદ ઘટે છે અને અતિ દુબળી વ્યક્તિનું શરીર પુષ્ટ બને છે.

   સંગીત તો આપણો વારસો છે. ક્ષણે ક્ષણે આપણે સંગીતનો અનુભવ કરતાં હોઈએ છીએ. કાવ્યમાં સંગીત, પવનના સૂસવાટામાં સંગીત, અશ્વની રવેલમાં સંગીત, સાગરની લહેરોમાં સંગીત, ગગનમાં ઘૂમતી વાદળીમાં સંગીત, વેણુનાં નાદમાં, નટરાજના ડમરુમાં સંગીત છે. અરે હું તો કહું છું કે આપણા શ્વાસોશ્વાસમાં સંગીત સમાયેલું છે. બાળકોને તેમની ઊગતી વયમાં જ જો સંગીત દ્વારા જો શિક્ષણ આપાય તો તેઓ જીંદગીભર ભૂલી નથી શકતાં. [સ્વ અનુભવ]

તાલ:- ત્રિતાલ         માત્રા:- 16

ધા ધીં ધીં ધા ! ધા ધીં ધીં ધા !
 +                       2

ધા તીં તીં તા ! તા ધીં ધીં ધા !
–                         4

આ ત્રિતાલ તાલને આધારે આ બાળગીત રચાયું છે.

મમ્મીને પપ્પા બે આવ્યાં
મારે માટે શું શું લાવ્યાં ?
હાથીને ઘોડા બે લાવ્યાં
ઢીંગલો ઢીંગલી લાવ્યાં

સા   રે   ગ મ ! પ    ધ ની   સાં   ! સાં ની ધ પ  ! મ ગ   રે   સા   !
મ મ્મી ને  પ ! પ્પા બે આ વ્યાં ! મા   રે  મા  ટે ! શું શું લા વ્યાં !
+                     2                           –                      4

સા  રે  ગ  મ ! પ  ધ ની   સાં   ! સાં ની ધ પ ! મ  ગ   રે    સા !
હા થી ને ઘો ! ડા બે લા વ્યાં ! ઢીં ગ લો ઢીં ! ગ લી લા વ્યાં !
+                     2                       –                     4

તાલ:- દાદરા             માત્રા:-6

તાલનાં બોલ આ પ્રમાણે છે.

ધા ધીં ધા ! ધા તીં તા !

આ બાળ ગીત દાદરા તાલને આધારે રચાયું છે.

બાગમાં ઝાડ ને
ફૂલની સંગમાં
રમવા ચાલોને
હસીને નાચીને
દોડીને કૂદીને
હળીને મળીને

સા રે ગ    ! રે   ગ  મ  !
બા ગ માં ! ઝા  ડ ને  !
+                0

ગ મ પ ! મ પ   ધ  !
ફૂ લ ની ! સં ગ માં !
+              0

પ ધ ની ! ધ ની સાં !
ર મ વા ! ચા લો ને !
+              0

સાં ની  ધ  ! ની  ધ  પ !
હ સી    ને  ! ના ચી ને !
+              0

ધ પ મ ! પ મ ગ !
દો ડી ને ! કૂ દી ને !
+              0

મ ગ   રે ! ગ રે સા !
હ ળી ને ! મ ળી ને !
+              0

                     

                         ૐ નમઃ શિવાય

2 comments on “બાળકો અને સંગીત

  1. નીલાબેન,
    ‘આજનો સુવિચાર:- સમાજનો પાયો આધળી દોટ, કે આંધળા અનુકરણ પર નહિ પણ ઊંડી સમજ, ઉદાર વલણ અને અનોખા તપ અને ત્યાગ ભાવનાની ઉપર અવલંબે છે.’ આ વિચાર જો દરેક જણ અમલમાં મુકે તો સમાજની એકતા અખંડ બની રહે એમાં કોઈ નવાઈ નહિ રહે. ખુબ સરસ વિચાર . ‘સંગીત દ્વારા જો શિક્ષણ’ કદાચ બધાં માટે પણ લાગુ પડી શકે, માત્ર સંગીત પ્રત્યે નૂ અભિગમ કેળવવો જરૂરી છે.
    જય્.

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s