તપન

આજે વૈશાખ વદ ત્રીજ [સંકષ્ટી ચતુર્થી]

આજનો સુવિચાર:-મેચિગનાં જમાનામાં સ્વભાવનું મેચિંગ જરૂરી છે. તમારી જાતને અને સ્વભાવને બદલો. — મુનિ તરુણસાગરજી.

હેલ્થ ટીપ્સ:- જૈતુનના તેલની માલિશથી ત્વચાની કુદરતી ચમક સચવાઈ રહે છે.

6/3 /1971માં કવનનાં જન્મ બાદ 5/5/1974માં અમારું બીજું પુષ્પ ‘તપન’ રૂપે ખીલ્યું.

 

‘તપન’ એટલે સૂર્ય.
‘ત’ એટલે તોફાની
’પ’ એટલે પરાક્રમી
’ન’ એટલે નફીકરો

1997માં U.S.A.માં સ્થાયી થવાનું સ્વપનું જોયું પણ સફળ ન થયો. પણ જરાયે હિંમત હાર્યા વગર પરિવાર સહિત ન્યુઝીલેંડમાં સ્થાયી થવા જાન્યુઆરી 2007માં પહોંચી ગયો. ત્યાં પરિવારનું કોઈ સદસ્ય પણ નથી કે કોઈ મિત્ર છતાંયે હિંમતભેર ત્યાં પોતાનું અને પરિવારનું નસીબ અજમાવવા પહોંચી ગયો છે. 

 માંગે છે તો વડીલોનાં આશીર્વાદ

પ્રભુએ આપેલી આ ક્ષણોને પ્રસાદીરૂપે સ્વીકારી
આનંદપૂર્વક મ્હાલો એવા અમારા આશીર્વાદ

                           ૐ નમઃ શિવાય