આબે ઝમઝમ

                                    આજે અધિક જેઠ સુદ નોમ

આજનો સુવિચાર:- શ્રવણ અને મનનની ટેવ પાડો. આપણે કોણ છીએ? શું છીએ? ક્યાં છીએ? આ વિશ્વ ક્યાં છે? વિચારો. વાસ્તવમાં તમે ઈશ્વરથી જુદા નથી. — સાંઈબાબા

હેલ્થ ટીપ્સ:- સુખડના લાકડાને પથ્થર પર ગુલાબ જળ સાથે પીસી તેમાં એક ચપટી ફટકડી પાઉડર ઉમેરી અળાઈ પર લેપ કરવાથી અળાઈ મટે છે.

                                         આબે ઝમઝમ

[rockyou id=70303540&w=324&h=243]

    હિંદુ ધર્મમાં જે સ્થાન ગંગાજળનું છે તે સ્થાન ઈસ્લામમાં ‘આબે ઝમઝમ’ નું છે. આબે ઝમઝમ ની ઉત્પત્તિનો જાણવા જેવો નાનકડો ઈતિહાસ છે.

     હઝરત ઈબ્રાહીમ [અ.સ.] ખુદાના આદેશ મુજબ પોતાની પત્ની હઝરત હાજરા અને પુત્ર હઝરત ઈસ્માઈલ [અ.સ.] ને ઉજ્જડ રણપ્રદેશ ‘તિહામહ’ માં મૂકી, મન મક્કમ કરી ચાલ્યા જાય છે. એ પછી ઉજ્જડ વેરાન પ્રદેશમાં પોતાના પુત્ર અને પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા હઝરત હાજરા સફા અને મરવહ ટેકરીઓ પર સાત ચક્કર મારે છે. પણ ઉજ્જડ પ્રદેશમાં દૂરદૂર સુધી માનવજાત કે પાણીનો એક પણ છાંટો પણ તેમને જોવા મળતો નથી. અંતે થાકીને હઝરત હાજરા સાતમા ચક્કર પછી મરવહ પહાડી પર ઉભા રહે છે, ત્યારે એકાએક તેમને કંઈક અવાજ સંભળાય છે. એ અવાજની શોધમાં તેઓ આસપાસ દૂર સુધી નજર ફેરવે છે. અને પોતાના નવજાત પુત્ર હઝરત ઈસ્માઈલ [અ.સ.] પાસે એક માનવી ઊભેલો તેમને દેખાય છે. દોડતા હઝરત હાજરા પોતાના પુત્ર પાસે આવે છે. બાળક પાસે ખુદાના ફરિશ્તા જિબ્રાઈલને જોઈને તેઓ શાતા અનુભવે છે.

        હઝરત જિબ્રાઈલ ઉજ્જડ રણપ્રદેશમાં અન્ન અને પાણી શોધવામાં બેબાકળા બનેલા હઝરત હાજરા સામે એક નજર કરે છે. પછી ચહેરા પર સ્મિત પ્રસરાવી, પોતાની એડી જમીન પર મારે છે. અને ત્યાંથી એક ઝરણું ફૂટી નીકળે છે. આ એજ ઝરણું જેને આપણે ‘આબે ઝમઝમ’ કહીએ છીએ.

         આ ‘આબે ઝમઝમ’ને કારણે જ ‘તિહમહ’ [રણપ્રદેશ] જેવો વેરાન પ્રદેશ સુંદર મક્કા શહેર બન્યો છે. હઝરત મહંમદ પયગંબર [સ.અ.વ.]એ આબે ઝમઝમ અંગે ફરમાવ્યું છે: ‘ઝમઝમનું પાણી જે ઈચ્છાથી પીશો તો ઈચ્છા પૂર્ણ થશે. તરસ છિપાવવા પીશો તો પ્યાસ બૂઝશે. ભૂખ મિટાવવા પીશો તો પ્ર્ટ ભરાઈ જશે અને બીમારી દૂર કરવા પીશો તો બીમારી દૂર થશે.’

     અને એટલે જ લાખો કરોડો હાજીઓ [યાત્રીઓ] મોટા મોટા કેરબામાં તે ભરી પોતાના દેશ લઈ જાય છે. અને ન્યાઝ એટલે પ્રસાદી રૂપે સૌને આપે છે. હજયાત્રાએ જતા મુસ્લિમો માટે ઝમઝમના પાણી અંગે કેટલીક બાબતો નોંધવા જેવી છે. સૌ પ્રથમ ઝમઝમનું પાણી જેટલું પી શકાય તેટલું અવશ્ય પીઓ. આ પાણીથી વઝુ કરી શકો છો. પણ સૌથી અગત્યની બાબત એ છે કે ઝમઝમના કૂવા પાસે ભૂલથી પણ થૂંકશો નહી કે શરીરની સફાઈ કરશો નહિ.

      આપણે પણ નથી કહેતા ગંગા ગંદી કરશો નહી કે માનસરોવરમાં સ્નાન કરો પણ સાબુથી ન નહાવો કે શરીરની સફાઈ ન કરહ્સો કે કપડાં ન ધોશો. આપણે માટે આ ગંગા, યમુના કે માન સરોવર આપણે માટે ‘આબે ઝમઝમ’ જ છે ને? …….

                                                                       — સૌજન્ય ‘જન કલ્યાણ’

                                        ૐ નમઃ શિવાય