શૈશવનાં સંભારણા

                  આજે અધિક જેઠ માસની શુક્લ પક્ષની બીજ

આજનો સુવિચાર:- જીભાજોડી, ધનની આપ – લેનો સંબંધ, માંગવું, સ્ત્રીઓનો સંગ, કંઈ મેળવવું અને અગ્ર સ્થાન લેવું તે- આ બધાને કારણે મૈત્રીનો ભંગ થાય છે. — અનુ. કુલીનચંદ્ર યાજ્ઞિક

હેલ્થ ટીપ:- ભોજન લીધા બાદ નાની હરડે [હીમજ] ચૂસવાથી ગેસ થતો નથી તેમ પાચનક્રિયા સારી રહે છે.

આજે પ્રખ્યાત શાયર તેમજ ગઝલકાર શ્રી આદીલ મનસુરીજીનો જન્મદિન છે.

    આજે પ્રખ્યાત તત્વચિંતક બર્ટ્રાંડ રસેલનો જન્મદિન છે. તેમની બહુમુખી પ્રતિભા ધ્યાનમાં રાખીને 1950માં સાહિત્યનું નોબેલ પ્રાઈઝ આપવામાં આવ્યું હતું. તેમના ખ્યાત પુસ્તકોમાં પ્રિંસી પિયા મેથેમેટિકા, હિસ્ટ્રી ઓફ વેસ્ટર્ન ફિલોસોફી, એનાલીસીસ ઑફ માઈંડ , ઈમ્પેક્ટ ઑફ સાયંસ ઓન સોસાયટી, મેરેજ એંડ મોરલસ, પ્રોબ્લેમ્સ ઑફ ફિલોસોફી વગેરેનો સમાવેશ થાય છે.

     1974માં 18મી મે ના રોજ રાજસ્થાનના રણવિસ્તારમાં પોખરણ નજીક ભારતે પ્રથમ અણુ વિસ્ફોટ કરી મહાસત્તાઓને ચોંકાવી દીધા હતા.

[rockyou id=69274180&w=426&h=320] 

     હોમ સાયંસના કૉર્સમાં જાતજાતની ઢીંગલીઓ બનાવ્યા પછી બાળકોને ફેંસી ડ્રેસની કોંપીટીશનમાં શણગારવાનો મોકો મળ્યો. મોટા દીકરા કવનને અને નાના તપનને ફેંસી ડ્રેસની હરિફાઈમાં ભાગ લેવડાવતી. બંનેને લગભગ 10મા ધોરણ સુધી પ્રથમ પારિતોષક મળતાં રહ્યાં. અહીં થોડાક અંશ રજુ કરુ છું.

1] સાંતા ક્લોઝ [2] કૃષ્ણ [3] રાવણ [4] ગોવાળીયો [5] શ્રી નાથજી [6] વિઠોબા [7] સાંઈબાબા [8] પઠાણ [9] હબસી કેદી

                                           ૐ નમઃ શિવાય