શલભાસન

                    આજે અધિક જેઠ સુદ પાંચમ

આજનો સુવિચાર:- મનુષ્ય જાતિમાં બે જૂની કૂટેવો છે. એક તો મેણાં મારવાની અને બીજી આંખ મારવાની. જો પુરુષ આંખ મારવાની અને સ્ત્રી મેણાં મારવાનું બંધ કરે તો જીવન અને સમાજના અડધા સંઘર્ષ ખતમ થઈ જશે.-મુનિ તરુણસાગરજી


 

હેલ્થ ટીપ:- જો વાળ રંગતા હો તો તડકામાં ફરતા પહેલાં વાળ ઢાંકવાનું ભૂલશો નહી.

                                         શલભાસન

[rockyou id=69716645&w=324&h=243]

શલભાસન એક એવું આસન છે જેનાંથી ફેફસાં શક્તિશાળી બને છે.

સંસ્કૃતમાં ‘શલભ’નો અર્થ ‘તીડ’ થાય છે. આ આસનની અંતિમ સ્થિતિનો આકાર ખેતરમાં ઉડતાં તીડની બેસવાની સ્વાભાવિક સ્થિતિ જેવી દેખાય છે. આથી આ આસન ‘શલભાસન’ તરીકે ઓળખાય છે.

આસન કરવાની રીત:- યોગનાં આસનો કદીપણ બિછાનું બિછાવ્યા વગર કરવા નહી.

1] શલભાસન કરવા પેટ પર સૂઈ જાઓ. બંને પગ સાથે જોડાયેલા હોવા જોઈએ. બંને હાથ ઉંધા રાખી જાંઘની નીચે મૂકો..

2] શ્વાસ અંદર ભરો. અને જમણો પગ ધીરે ધીરે બને તેટલો ઉપર ઉઠાવો. પગ ઘુંટણેથી વળે નહી તેમનુ ધ્યાન રાખો.

3] ચીબુક જમીનને અડીને રહેવી જોઈએ.

4] 10 થી 30 સેકંડ આ સ્થિતિમાં રહો.

5] શ્વાસ છોડતાં છોડતાં પૂર્વત સ્થિતિમાં પાછાં આવો.

6] આ રીતે ડાબા પગને ઉપર ઉઠાવો.

આમ આ રીતે 5 થી 6 વખત કરવું.
શલભાસનનો આ એક સરળ પ્રકાર છે.
બીજા પ્રકારમાં શ્વાસ ભરીને બંને પગ સાથે રાખીને ધીરે ધીરે ઉપર ઉઠાવો.
આ ‘શલભાસન’ 2 થી 4 વખત કરવું.

 ‘શલભાસન’નો 3જો પણ એક પ્રકાર છે.

    પૂર્વતઃ સ્થિતિમાં પેટ પર જમીન પર સૂવું અને ત્યાર બાદ ડાબા હાથને કમર પર મૂકો અને શ્વાસને અંદર ભરતાં જમણા હાથને આગળ લંબાવો અને ડાબો પગ ધીરે ધીરે ઉપર ઉઠાવો. આ સ્થિતિમાં થોડીવાર રહેવું ત્યારબાદ પૂર્વતઃ સ્થિતિમાં આવો. ત્યારબાદ ડાબો હાથ લંબાવી અને જમણો પગ ઉઠાવો. આવી રીતે 3 થી 4 વખત કરવું.
આ આસનથી થતાં ફાયદા:-

સર્વાઈકલ સ્પોંડિલાઈટીસમાં આ આસન લાભદાયક છે.

આ આસનમાં પેટનાં નીચેના ભાગ, કમર તથા નિતંબો પર ખેંચાણ અને દબાણ આવવાથી ત્યાંની પેશીઓ મજબૂત થાય છે.

કમરની નીચેનાં હાડકા સુદૃઢ બને છે. પેટ પર વધેલી ચરબી ઘટે છે. પાચનશક્તિ વધે છે અને કબજિયાત દૂર થાય છે.

ગેસની તકલિફ દૂર થાય છે. સ્પ્લિન અને લીવરની મંદતા દૂર થાય છે.

સાવધાની:- હર્નિયા, વધુ પડતી ખાંસી, કરોડરજ્જુમાં જૂની તકલિફ, એસિડિટી, પેટમાં દર્દ, હાઈ બ્લડ પ્રેશરવાળા, હૃદય રોગી તેમજ દમની તકલિફ્વાળાને માટે આ આસન હિતકારી નથી.

                                       ૐ નમઃ શિવાય