સોણલાની જાળ

                         આજે વૈશાખ વદ બારસ

આજનો સુવિચાર:-કાલનું કામ આજે કરો, આજનું કામ હમણાં કરો. કાલચક્રમાં ક્યારે ભરખાઈ જઈએ કોને ખબર છે.

હેલ્થ ટીપ્સ:- ચેરીનું સેવન કોલેસ્ટ્રોલ ઘટાડે છે, ડાયાબિટીસને કાબુમાં રાખે છે, આર્થારાઈટીસના દુઃખાવામાં રાહત આપે છે, આપણી કુદરતી પ્રક્રિયાને વેગ આપે છે, શાંતિથી નીંદર આપે છે.

[rockyou id=68687196&w=426&h=320] 

સોણલાની જાળ

ઘેરી સોણલા કેરી જાળ
દેખાય વિશ્વ ખૂબ ખૂશાલ
વાગે આનંદ કરતાલ
જ્યારે જાગીને જોઉં તો
નષ્ટ થઈ રોજ પડે કાલ
  — ઘેરી

મારાં સપનાંમાં ઉડતી આકાશે
ગૂંથતી તારલિયાની માળા
હસતા ચાંદાના પાડતી ચાળા
ઉષાને રંગ દેતી રંગ દેતી
રંગ દેતી લાલ
  — ઘેરી

કોઈ દિન હૈયું આ ધબધબકારતું
કાળ સમા પડછાયા ધસતાં જ્યારે
ત્રાહી ત્રાહી પુકારું રે
થર થર કાંપુ જાગુ તોય ના જંપુ
ત્યારે આ કરું કે તે જ એવો
મુઝવે મને ખ્યાલ
  — ઘેરી

રાત્રીનાં સોણલા વણતેડ્યાં આવતા
દિવસે હું જાણી જોઈ લાવું
સારા જીવનનું સ્વપનું થાઉં
અઘોર નીંદ દેતી રાત પૂર્ણ થાય
ના કરાળ
  — ઘેરી

શ્રી નીનુ મઝૂમદાર લિખીત આ કાવ્ય હું માં સ્કૂલમાં ભણતી હતી ત્યારે શીખી હતી. તેનાં સંગીતકાર [કદાચ] શ્રી પુરુષોત્તમ ઉપાધ્યાય છે.

                                                        ૐનમઃ શિવાય