પ્રેરક પ્રસંગો

            આજે માગશર વદ ચૌદસ

આજનો સુવિચાર:- સંઘર્ષ કરતા શીખો…. સંઘર્ષ જ વ્યક્તિના વ્યક્તિત્વને ચમકાવે છે….

હેલ્થ ટીપ્સ:- અનાનસ અથવા સંતરા ખાવાથી કરમ મટે છે.

     મહાભારતનું યુદ્ધ ચરમસીમા ઉપર ખેલાઈ રહ્યું હતું. દ્રોણાચાર્ય પાંડવસેનાનો સંહાર કરી રહ્યા હતા. તેમની સામે લડવાનું મુશ્કેલ જણાતું હતું. આથી ભીમસેને એક ઉપાય વિચાર્યો. ભીમે દ્રોણાચાર્યના પુત્ર અશ્વસ્થામાના રથની નીચે પેસી જઈને ગદા વડે આખો રથ ઉપાડી યુદ્ધભૂમિથી દૂર ફેંકી દીધો અને યુદ્ધમાં લડતા એક અશ્વત્થામા નામના હાથીને પણ મારી નાખ્યો. અને બૂમ પાડી કે અશ્વત્થામા મરાયો અને દ્રોણાચાર્યની સામે જઈને બૂમ પાડવા લાગ્યો કે અશ્વસ્થામા મરાયો.

   દ્રોણાચાર્યને ભીમ ઉપર વિશ્વાસ નહોતો, આથી સાચી વાત જાણવા યુધિષ્ઠિર ને પૂછવા તેની નજીક ગયા એટલે કૃષ્ણે તેમને સમજાવ્યું કે, દ્રોણાચાર્ય પૂછે તો માત્ર એટલું જ કહેવું અશ્વસ્થામા મરાયો છે.

        આથી તેમણે તે પ્રમાણે જવાબ આપ્યા પછી મનમાં બોલ્યાં કે, મનુષ્ય કે હાથી તેની મને ખબર નથી. ધર્મનિષ્ઠાને કારણે યુધિષ્ઠિરનો રથ ચાર આંગળ ઊંચો રહેતો હતો તે જમીન પર આવી ગયો.

      અર્ધસત્ય પણ જૂઠ સમાન ગણાય તેથી તેમનો રથ જમીન ઉપર આવી ગયો.

બીજો પ્રેરક પ્રસંગ

    ભીમસેનને પોતાના પરાક્રમ અને શક્તિનો ભારે ગર્વ હતો. એકવાર દ્રોપદીના કહેવાથી સહસ્રસદલ કમળ લેવા ભીમસેન ગંધમાદન પર્વત પર ગયા. આ વનમાં હનુમાનજી બિરાજમાન હતાં. તેમણે જોયું કે આગળનો માર્ગ ભીમસેન માટે જોખમકાર્ય છે આથી તેમણે એક બીમાર વ્યક્તિનું લીધું અને રસ્તાની વચ્ચે બેસી ગયાં.

      ભીમસેન કહ્યું મારા માર્ગમાંથી દૂર ખસી જા. આથી હનુમાને કહ્યું ભાઈ અહીંથી આગળ જવાનું મનુષ્યો માટે જોખમકારક છે આગળ જવા જેવું નથી. આથી ભીમસેન ગુસ્સો આવ્યો એટલે હનુમાનજીએ કહ્યું ભલે મારું પૂછડું પકડીને મને રસ્તા પરથી બાજુમાં ખસેડી તમે જઈ શકો છે.

    ભીમસેને એક હાથેથી પૂછડું ખેંચ્યું પરંતુ તેની કોઈ અસર થઈ નહિ. બંને હાથ વડે બળપૂર્વક પ્રયાસ કરવા છતાં પૂંછડું સહેજ પણ હલ્યું નહિ. ભીમસેનની તમામ તાકાત પણ કામ લાગી નહિ ત્યારે ખ્યાલ આવ્યો કે આ વાનર કોઈ સામાન્ય વાનર નથી આથી તેમને નસ્કાર કર્યાં. હનુમાનજીએ પોતાનો પરિચય આપી ભીમને માર્ગદર્શન આપ્યું અને વચન આપ્યું કે મહાભારતનાં યુદ્ધ સમયે અર્જુનના રથની ધ્વજા ઉપર બેસીને હું તમારું રક્ષણ કરીશ.

                             ૐ નમઃ શિવાય

11 comments on “પ્રેરક પ્રસંગો

  1. નીલાબેન, યુધિષ્ઠિર વાળા પ્રસંગ અંગે અહીં થોડુ ઉમેરીશ. યુધિષ્ઠિરને ખોટુ બોલવા માટે પ્રેરવા બદલ કૃષ્ણ ભગવાનની ખુબ ટીકા થાય છે પણ ત્યારે મને દિનકર જોષી એ કહેલી એક વાત યાદ આવે છે કે કૃષ્ણ માટે ધર્મ એટલે સમષ્ટિનું કલ્યાણ. અને એ ધર્મની રક્ષા માટે જે કરવુ પડે તે કરવુ. કોઇ પણ વ્યક્તિગત પ્રતિજ્ઞા ધર્મના માર્ગમાં આવતી હોય તો એ તોડી જ નાખવી. કોઇ વ્યક્તિ કે તેની પ્રતિજ્ઞા ધર્મથી પર ન હોઇ શકે.

    સત્ય માટે લઢનારા બે પ્રકારના લોકો હોય છે. એક વિચારે છે અમે સત્ય માટે લઢતા લઢતા મરી જઇશું પણ સત્યને હંમેશા વળગીને રહીશું. જેમ કે યુધિષ્ઠિર, ગાંધીજી વગેરે. બીજા લોકો થોડુક અલગ વિચારે છે કે જો અમે મરી ગયા તો સત્યનુ શું? અમે સત્યને વિજય અપાવીશુ. જેમ કે ચાણાક્ય, કૃષ્ણ, શિવાજી, સરદાર પટેલ. પહેલી વિચારધારામાં એક સુક્ષ્મ અહંકાર છે. “હું સત્યવાદી છુ, ભલે એ સત્યવાદ સત્ય ના પરાજય માં પરિણમતો હોય તો પણ.” તો બીજી વિચારધારામાં ધ્યેયનિષ્ઠા કેંદ્રમાં છે. “ભલેને ઇતિહાસ મને ગમે તે ગાળ આપે, હું મારા ધ્યેયને – સત્યના વિજયને ગમે તે ભોગે પામીશ.”

    મને બીજી વિચારધારા હંમેશા સાચી લાગે છે. ધ્યાન રાખવા જેવી વાત ફક્ત એ કે ધ્યેય સ્વાર્થી ન હોવું જોઇએ.

    Like

  2. એક તો નીલાબહેને મૂકેલ ખૂબ જ પ્રેરક કથાપ્રસંગ. અને તેમાં હેમંતભાઈની ઉચ્ચ બૌદ્ધિક સ્તરની રસપ્રદ કોમેંટ.

    સાચું કહું, નીલાબહેન ? આવું કાંઈક વાંચું છું ત્યારે મારા જેવા પાંચ દાયકા પાર કરેલાને ઈન્ટરનેટ પર “રહેવું “ યથાર્થ લાગે છે.

    મને શ્રદ્ધા જાગે છે કે ગુજરાતી ભાષામાં ઈંટરનેટનું ભાવિ ઉજળું છે અને ઈંટરનેટ પર ગુજરાતી ભાષાનું વિશિષ્ટ સ્થાન કંડારાઈને જ રહેશે.. … હરીશ દવે અમદાવાદ.

    Like

  3. સુંદર પ્રસંગો અને વધુ સુંદર ટીકા… મજા આવી…

    હેલ્થ ટીપવાળું મગજમાં ન બેઠું… વિજ્ઞાનના આ જમાનામાં આ વાતો હજી પણ યોગ્ય સંદર્ભ ધરાવે છે ખરી? જેમ ગળપણ ખાવાને અને કરમ થવાને મનની માન્યતાથી વધીને કોઈ સંબંધ નથી એમ અનેનાસ કે સંતરા ખાવાથી કૃમિ મરી જાય એ વાતમાં વૈજ્ઞાનિક તથ્ય કેટલું?

    Like

  4. વિવેકભાઈ,
    એક ડૉક્ટર હોવાથી આ બાબતમાં આપ વધુ જાણકાર છો પણ કદાચ આયુર્વેદમાં કે દાદીમાના ડાબલામાં આવુ કાંઈક હશે.
    હું તમારી વાત સાથે સહમત છું.

    નીલા

    Like

  5. નીલાબેન, યુધિષ્ઠિર વાળા પ્રસંગ અંગે અહીં થોડુ ઉમેરીશ. યુધિષ્ઠિરને ખોટુ બોલવા માટે પ્રેરવા બદલ કૃષ્ણ ભગવાનની ખુબ ટીકા થાય છે પણ ત્યારે મને દિનકર જોષી એ કહેલી એક વાત યાદ આવે છે કે કૃષ્ણ માટે ધર્મ એટલે સમષ્ટિનું કલ્યાણ. અને એ ધર્મની રક્ષા માટે જે કરવુ પડે તે કરવુ. કોઇ પણ વ્યક્તિગત પ્રતિજ્ઞા ધર્મના માર્ગમાં આવતી હોય તો એ તોડી જ નાખવી. કોઇ વ્યક્તિ કે તેની પ્રતિજ્ઞા ધર્મથી પર ન હોઇ શકે.

    સત્ય માટે લઢનારા બે પ્રકારના લોકો હોય છે. એક વિચારે છે અમે સત્ય માટે લઢતા લઢતા મરી જઇશું પણ સત્યને હંમેશા વળગીને રહીશું. જેમ કે યુધિષ્ઠિર, ગાંધીજી વગેરે. બીજા લોકો થોડુક અલગ વિચારે છે કે જો અમે મરી ગયા તો સત્યનુ શું? અમે સત્યને વિજય અપાવીશુ. જેમ કે ચાણાક્ય, કૃષ્ણ, શિવાજી, સરદાર પટેલ. પહેલી વિચારધારામાં એક સુક્ષ્મ અહંકાર છે. “હું સત્યવાદી છુ, ભલે એ સત્યવાદ સત્ય ના પરાજય માં પરિણમતો હોય તો પણ.” તો બીજી વિચારધારામાં ધ્યેયનિષ્ઠા કેંદ્રમાં છે. “ભલેને ઇતિહાસ મને ગમે તે ગાળ આપે, હું મારા ધ્યેયને – સત્યના વિજયને ગમે તે ભોગે પામીશ.”

    મને બીજી વિચારધારા હંમેશા સાચી લાગે છે. ધ્યાન રાખવા જેવી વાત ફક્ત એ કે ધ્યેય સ્વાર્થી ન હોવું જોઇએ.

    Like

Leave a comment