બે કાવ્યો

                            આજે શ્રાવણ વદ પાંચમ [નાગ પંચમી]

 

                                             બે કાવ્યો

 

[અમેરિક સ્થિત શ્રી રમેશભાઈ પટેલે [આકાશદીપ] પોતાની આ રચનાઓ મોકલ્યા બદલ મેઘધનુષ ખૂબ આભારી છે.]

ગંગા બને

અંતર દ્રવે  ને  ભાવે અશ્રુ ઝરે
હિમાલયે એજ જળ ગંગા બને
 
દો દરજ્જો આદર ભર્યો માતનો
છોડી સ્વર્ગ મંદાકિની ગંગા બને
 
ઊર્મિઓ માતની ખોળે શીશુ ઝીલે
હેત  ધારા મમતાની  ગંગા   બને
 
દો યશવંતી  શહિદી  માતભોમને
રક્ત ધારા સમર્પણની ગંગા બને
 
છે જો પુનિત દલડાં ન્યોછાવરાં
ચાહને પંથે  પ્રેમની ગંગા બને
 
ૐ ભાવે નમું ગંગોત્રી જન્મભૂમિને
શ્રધ્ધા  સુમને ‘દીપની  ગંગા બને
 
શ્રી રમેશભાઈ પટેલ [આકાશદીપ]

 

આ વગડાનો છોડ

ગૃહ મંદિરે ફૂલ છાબ ધરીને,
બેઠો પ્રભુને દ્વાર
વંદુ ચરણે પુષ્પ સમર્પી,
હરખે અંતર અપાર

પ્રસન્ન ચીત્તે ભાવ ભરીને,
થઈ ગર્વિલો ગાઉં
ધૂપ દીપથી મંગલ શક્તિને,
કેવો હું વધાવું   
 
જોડાયા તારને થયો ઝણઝણાટ ,
અંતરયામી બોલ્યો
ભક્ત મારા જા, પૂછ છોડને,
કેમકરી ખીલવ્યાં ફૂલો?
 
ખૂલ્લા દેહે  ઝીલ્યાં  છોડવે,
બહું  થંડી  બહું  તાપ
ત્રિવિધ તાપે તપિયાં ત્યારે,
આ ફૂલડાં આવ્યાં પાસ
 
બોલ હવે  મોટો તું   છે  કે 
આ  વગડાનો  છોડ?
ને હાથ  જોડી  હું શરમાયો,
સુણી   પ્રભુનો  તોડ
 
જય  જવાન જય કિસાનને
આજ વંદતો દાસ
મહેંકાવી  જીવનચર્યાથી 
જઈશ  પ્રભુની પાસ
 
દિધી  દાતાએ    શક્તિ   તનમને,
ઉપકારી  બડભાગી
ધરી નિઃસ્વાર્થ શ્રમ  સુગંધ ,
થાશું પ્રભુ ચરણે યશભાગી
 
શ્રી રમેશભાઈ પટેલ [આકાશદીપ]

 

                                                    ૐ નમઃ શિવાય

5 comments on “બે કાવ્યો

 1. ગંગા બને

  અંતર દ્રવે ને ભાવે અશ્રુ ઝરે
  હિમાલયે એજ જળ ગંગા બને

  દો દરજ્જો આદર ભર્યો માતનો
  છોડી સ્વર્ગ મંદાકિની ગંગા બને

  આ વગડાનો છોડ

  જોડાયા તારને થયો ઝણઝણાટ ,
  અંતરયામી બોલ્યો
  ભક્ત મારા જા, પૂછ છોડને,
  કેમકરી ખીલવ્યાં ફૂલો?

  ખૂલ્લા દેહે ઝીલ્યાં છોડવે,
  બહું થંડી બહું તાપ
  ત્રિવિધ તાપે તપિયાં ત્યારે,
  આ ફૂલડાં આવ્યાં પાસ

  બોલ હવે મોટો તું છે કે
  આ વગડાનો છોડ?
  ને હાથ જોડી હું શરમાયો,
  સુણી પ્રભુનો તોડ
  ભાવભર્યા અને સુંદર સંદેશો આપતાં બંન્ને કવન

  ગઝલ અને ગીત વહેલી સવારે માણ્યાં. આનંદ આપી ગયાં

  મેઘધનુષના રંગો બ્લોગ પર સુશોભ્યા.

  અભિનંદન

  સ્વેતા પટેલ

  Like

 2. આદરણીય નીલાબેન

  અવનવા પણ મનથી માણવા ગમે તેવા લેખ

  અને તીર્થ યાત્રાના પાવન ફોટો શીવશીવાના

  આનંદ સાથે ખૂબ જ સંતોષ

  અને શ્રધ્ધા જગાવી ગયા.

  આજની આકાશદીપની રચના દિલને સ્પર્શી ગઈ.

  આપની પાસે તો હિમાલય અને ગંગા મૈયાના ફોટો

  ની ગાથા છે,આ બંને ઉત્તમ રચનાઓ ફોટા સાથેઆપે નવાજી

  હોતતો તો ચિત્ત પ્રસન્ન થઈ જાત,માફ કરશો

  મનની વાત કહી દિધી.

  સરસ સંકલન,અભિનંદન

  ચીરાગ પટેલ

  Like

 3. ગંગાજી હિમાલય અને શીવજીની સાથે શ્રાવણ માસ

  ભારતની ધરતીની સુવાસ.

  આકાશદીપની ગંગા સાથેની આત્મ્યિયતા એકએક પંક્તિમાં

  છલકાય છે.

  મનને શાન્ત કરે તેવી સુંદર રચના માટે અભિનંદન.

  વિતલ પટેલ

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s