શ્રીજીબાવા દરશન દેજો

              આજે પોષ સુદ બીજ

આજનો સુવિચાર:- પ્રસાદ એટલે શું ?
                                  પ્ર એટલે પ્રભુ
                                  સા એટલે સાક્ષાત
                                  દ એટલે દર્શન

    માટે જે આરોગવાથી પ્રભુના સાક્ષાત દર્શન થાય તે સાચો પ્રસાદ અને પ્રસાદ આરોગતી વેળાએ હૃદયમાં પ્રભુના મુખારવિંદની ઝાંખી થાય તે મહાપ્રસાદ

હેલ્થ ટીપ્સ:- ઘઉંના જ્વારાનો રસ નિયમીત પીવાથી ડાયાબિટીસ પર રાહત રહે છે.

 

શ્રાવણી ઉર્ફે ઈંદિરાબેટીજી જેઓ પ્રખ્યાત પુષ્ટિમાર્ગીય પ્રવચનકર્તા છે. તેઓ શ્રીનાથજી સુદર ભજનો પણ રચે છે.

શ્રીજીબાવા દરશન દેજો,
નયના અમારા શીતલ કરજો
નયન ગોખમાં કાજળ થઈને
અંધારૂ યુગ યુગનું હરજો

ઝાપટીયાની ઝાપટ વચ્ચે
અમને તાણી શરણે લેજો
વાંકી આંખે અમને ભાળી
એક નજર કરુણાની કરજો

કુલ્હે પીળી પીળા વાઘા
કમલપત્ર બે ગાલે કરજો
કમળછડી વેણુ લઈ કરમાં
અમને મારગ વચ્ચે મળજો

મોરપંખ શિર ઉપર ધારી
હાંસડી નીચે હેમલ ધરજો
ધવલ, લાલ, લીલી પે’રી
દર્પણમા પ્રતિબિંબ નીરખજો

કહે શ્રાવણી શામળિયાજી
આંખોની ઝાંખી રૂપથી ભરજો
રાધાજીનાં રસિક શામળા
નિજ જન માટે સંચરજો

                        જય શ્રી કૃષ્ણ

5 comments on “શ્રીજીબાવા દરશન દેજો

  1. પ્રસાદની ગુજરતી વ્યાખ્યા મજાની છે. પ્રસાદ શબ્દનો સંસ્કૃત અર્થ ઇશ્વરની કૃપા એવો થાય છે.

    પ્રસાદે સર્વ દુઃખાનાં હાનિરસ્યોપજાયતે
    પ્રસન્ન ચેતસો હ્યાશુ બુદ્ધિ પર્યવતિષ્ઠતે (ભગવદ ગીતા ૨.૬૫)

    ઇશ્વરી કૃપાથી એના સર્વ દુઃખોનો નાશ થાય છે, (દુઃખોનો નાશ થતા) પ્રસન્ન ચિત્ત થયેલાની બુદ્ધિ પૂર્ણપણે સ્થાપિત થાય છે.

    Like

Leave a reply to chetu જવાબ રદ કરો