કો’ક આવતું હૈયાને દ્વાર

                      આજે ચૈત્ર વદ છઠ

આજનો સુવિચાર:- અહંકારી વ્યક્તિ કુલાઈ શકે છે પણ ફેલાઈ શકતી નથી.

હેલ્થ ટીપ્સ:- ખાલી પેટે આંબળાનો મુરબ્બો નિયમીત ખાવાથી ત્વચાનો રંગ નીખરે છે.

મુક્ત પંચિકા

કો’ક આવતું
હૈયાને દ્વાર
રણક ઝણકતું
ઝળહળતું
દિપશીખા શુ

નેણે સમાવ્યા
કાન્હા તમને
ના સરે અશ્રુ કદી
ભીંજવે તને
કરું આજીજી

દેહ તણું આ
ઘર તમારું
કરો પ્રભુ વસવાટ
વિસારું બધું
દુન્યવી કાજ

ના કોઈ રાવ
ના કોઈ ચાહ
કેવળ એક ચાહ
બનવું તુજ
ચરણ રજ

આંખ્યુંને છાને
ખૂણે નિહાળું
કરું તારી ઝંખના
ના ઓગળતો
વિરાટ જગે

નિસરી ઘરે
તલાશે તારી
ના મળી કો ભાળ
અરે ! તું રહ્યો
સર્વ જગતે

તું જ સાહિલ
તું જ ખેવૈયા
રહી રહીને આવી
સમજ પ્રભુ
ઉતારો પાર

રીઝવું તને
અશ્રુની ધારે
કર જોડી ઓ પ્રભુ !
કરું ખેવના
એક ઝાંખીની

ક્યારે આવશો ?
ઓ મારા પ્રભુ !
ધરબી એક આશ
હૈયાને ખૂણે
નેણને પલકે

સપના વીણ્યાં
બંધ મુઠ્ઠીએ
ખોલી હથેળી જોયાં
ઓશ શા બિંદુ
ક્યાં સરી પડ્યા ??????

                                        ૐ નમઃ શિવાય

6 comments on “કો’ક આવતું હૈયાને દ્વાર

  1. કો’ક આવતું
    હૈયાને દ્વાર
    રણક ઝણકતું
    ઝળહળતું
    દિપશીખા શુ…
    &&&&&&&&&&&&&&&&&&&&&&થોડુ બદલાવું ??
    કોક આવતું’તું…હૈયાને દ્વાર..રણક, ઝણક.. ઝળહળતું.. દીપ-રેખા શું !! મળ્યા-હળ્યા..સાથ ફેરા ફર્યા..લીધા સપથ સાત સાથ રહેવાના..!!!

    Like

Leave a comment