‘એકલિંગજી’

         આજે ફાગણ વદ નોમ

આજનો સુવિચાર:- હિંમત એ નથી કે જ્યારે તમારી પાસે આગળ જવા શક્તિ હોય પણ એ છે કે જ્યારે તમારી પાસે શક્તિ ન હોય ને આગળ વધો તે છે. ————— નેપોલીયન બોનાપાટ

 હેલ્થ ટીપ્સ:- બદામ, પિસ્તા, કાજુ અને અખરોટની પેસ્ટમાં થોડું કાચું દૂધ ભેળવી ચહેરા પર હળવેથી મસાજ કરવાથી ચહેરા પરનાં મૃતકોષો દૂર થાય છે. આ પેસ્ટ સારા સ્ક્રબરની ગરજ છે.

 એકલિંગજી મહાપ્રભુ

   આપણાં ભારતમાં અનેક શિવતીર્થો આવેલાં છે. કેટલાંક પ્રસિદ્ધ છે. આવું જ એક પ્રસિદ્ધ શિવતીર્થ એટલે ‘એકલિંગજી મહાપ્રભુ’. જ્યાં અનેક દેવો,ગાંધર્વો, ઋષિઓએ તપશ્ચર્યા કરી છે. એવું આ તીર્થ પવિત્ર અને સ્વયંભુ છે.

    ‘એકલિંગજી મહાપ્રભુ’નું તીર્થસ્થાન ઉદયપુરથી ઉત્તરમાં રાષ્ટ્રીય ઘોરીમાર્ગ 8 ઉપર [National Highway no. 8] 23 કિ.મી. દૂર આવેલ છે. અરવલ્લીની આ સોહામણી પહાડીઓથી ઘેરાયેલું આ તીર્થ અત્યંત રમણીય, મનોહર, ભાવનાત્મક છે. કહેવાય છે કે 1400 હજાર વર્ષો પૂર્વે ‘હારિત’ ઋષિનાં કહેવાથી મેવાડ વંશના રાજાએ આ સ્વયંભૂ લિંગને શોધ્યું હતું. તેના પર પોતાની ગાય દૂધનો અભિષેક કરતી હતી એ વાતની જાન બપ્પા રાવને ખબર પડી. ત્યારબાદ મેવાડના રાજાઓ પોતાને ‘એકલિંગજી દાદા’ના મંત્રીઓ ગણાવે છે. આ ‘એકલિંગજી દાદા’ની કૃપાથી મેવાડ અભેદ્ય અને અજેય રહ્યું.
             સતયુગમાં એકલિંગજી લિંગાકાર હતા ત્યારબાદ મહારાણા ‘રાયમલજી’એ શ્યામ પાષાણથી ચતુર્મુખ શ્રીવિગ્રહની સ્થાપના કરી. દરરોજ લગભગ ચાર પ્રહર આ ચારે મુખની પૂજા આરતી થાય છે. પૂર્વમુખ સૂર્ય, દક્ષિણમુખ રુદ્ર સ્વરૂપ, પશ્ચિમમુખ બ્રહ્માજી અને ઉત્તરમુખ વિષ્ણુ સ્વરૂપે પૂજાય છે. પૂર્વ દ્વાર પર પાર્વતી પરિવાર બિરાજમાન છે. સુંદર સભાગૃહ છે. મંદિરની પાછળનાં ભાગમાં થોડી ઉંચાઈએ અંબાજી, ગણપતિ તથા મહાકાલીનાં મંદિરો આવ્યાં છે. વૈકુંઠ સમા પવિત્ર આ મંદિર 108 મંદિરોથી ઘેરાયેલું છે. આ મંદિરની આસપાસ જોવાલાયક સ્થળો છે. જેવાંકે કાલિકામંદિર, ઐરાવત હાથી, નવનાથોનું મંદિર, તુલસીકુંડ, પાતાલેશ્વર મહાદેવ, તક્ષકકુંડ , અર્બુદામાતાનું મંદિર વગેરે ઘણાં સ્થળો છે.

       અહીં મહાશિવરાત્રીનાં દિવસે મેળો ભરાય છે. આ મેળામાં ભાગ લેવાં અનેક ભક્તજનો આવે છે. અહીં ફાગણ વદ ચૌદશે ભવ્ય પાટોત્સવ ઊજવાય છે. કહેવાય છે કે સતયુગમાં દેવોના રાજા ઈંદ્રએ આ તીર્થમાં તપ કરી બ્રહ્મહત્યાનું નિવારણ કર્યું. દ્વાપરયુગમાં તક્ષક નાગે રાજા જન્મેજયથી બચવા એક લિંગજીનું શરણું લીધું હતું. ત્રેતાયુગમાં કામધેનુની પુત્રી નંદિનીએ વિશ્વામિત્રના ભયથી બચવા તપશ્ચર્યા કરી હતી.

       આ તીર્થની મુલાકાત જરૂર લેજો. ત્યાંથી નાથદ્વારા શ્રીનાથજી જવાય છે.

                                  ૐ નમઃ શિવાય

2 comments on “‘એકલિંગજી’

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s